Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીની ૪૫ ટૂકડીએ હાથ ધર્યું ચેકીંગઃ
જામનગર તા.૩ : જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગમાં શનિવારે નગરના રણજીતનગર થી નાગર ચકલા સુધીના વિસ્તાર અને જામનગર નજીકના ગામો ઉપરાંત જામજોધપુર તાલુકાના ગામોમાં વીજ ચેકીંગ કરાયું હતું રૂ.૪૦ લાખ ૬૦ હજારની વીજચોરી ઝડપાઈ હતી.
જામનગરની સ્થાનિક ૫ીજી વીસીએલ કચેરી દ્વારા વીજ ચોરી પકડવા માટે શરૂ કરવામાં આવેલા ચેકીંગમાં શનિવારે ૪૫ ટૂકડી કાર્યવાહીમાં જોડાઈ હતી આ ટૂકડીઓએ જામનગર શહેરના રણજીતનગાર, સુમેર કલબ રોડ, દિગ્વિજય પ્લોટ તેમજ નાગર ચકલા સહિતના વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું.
તે ઉપરાંત જામનગર નજીક દરેડ, કનસુમરા, મકવાણા, નાઘુના, ધોરીવાવ સહિતના ગામો તથા જામજોધપુર તાલુકાના શેઠવડાળા, ખડબા, ચિરોડા, વેરાવળ, ઈશ્વરીયા ગામોમાં પણ ચેકીંગ કાર્યવાહી કરાઈ હતી. ટૂકડીઓએ સ્થાનિક પોલીસના ૧૯ જવાન અને એસઆરપીમેનને સાથે રાખી ૫૩૭ વીજજોડાણ ચકાસ્યા હતા. તેમાંથી ૭૮ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૂ.૪૦ લાખ ૬૦ હજારના પુરવણી બીલ આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial