Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કામાંથી ત્રણ પત્તાપ્રેમીની ધરપકડઃ
જામનગર તા.૩ : જામનગર નજીક દરેડ ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા પાંચ પરપ્રાંતીય શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા છે જયારે સિકકામાંથી ત્રણ શખ્સ જુગાર રમતા મળી આવ્યા છે.
જામનગર-લાલપુર માર્ગ પર દરેડમાં પટેલ શેરી પાસે ગઈ કાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો.
ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા તિલક ગણેશ જાટવ, અભિરાજસિંગ ગણેશસિંગ પરીહાર, પવન ભારતસિંગ રાજે, સુનિલ મજબુતસિંગ ધાકલ, રોમી અત્તરસિંગ રાજે નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૪૧૪૦ કબજે કર્યા છે. જામનગર તાલુકાના સિક્કા ગામમાં નાઝ સિનેમા પાસે ગઈકાલે રાત્રે તીનપત્તી રમી રહેલા હારૂન જાનમામદ સુંભણીયા, આલમ કમરૂદ્દીન સુંભણીયા, હારૂન જુનસ જેડા નામના ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી પટમાંથી રૂ.૨૨૦૦ કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial