Advertisement
Author: નોબત સમાચાર

જેલમાં કુખ્યાત શખ્સ તથા તેના બે સાગરિતે અન્ય કેદીને માર મારી ધમકાવ્યાની ફરિયાદ

ધ્રાંગડાના લીઝધારકને ચાર શખ્સે માર મારી કર્યા હડધૂતઃ સામાપક્ષની પણ હુમલાની વળતી ફરિયાદઃ

જામનગર તા.૩ : જામનગરના કુખ્યાત શખ્સ અને તેના બે સાગરિતે જેલમાં એક શખ્સને ગાળો ભાંડી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાતા ચકચાર જાગી છે. જામનગર તાલુકાના ધ્રાંગડામાં ઉંડ નદીમાંથી રેતી કાઢવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા આસામીને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયાનું તેમજ સામાપક્ષે પણ હુમલો થયાનું સામસામી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

પોરબંદર જિલ્લાના ફટાણા ગામમાં રહેતા ગાંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતર નામના રબારી યુવાને હાલમાં જામનગરની જિલ્લા જેલમાં રહેલા રઝાક દાઉદ ચાવડા ઉર્ફે સોપારી તથા રામ ભીમશીભાઈ નંદાણીયા અને રઝાક સાયચા નામના ત્રણ શખ્સ સામે ગાળો ભાંડી માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગાંગાભાઈ કોડીયાતર પણ થોડા સમય પહેલાં બહુચર્ચિત ટ્રક કૌભાંડમાં સંડોવાયા પછી જેલહવાલે થયા હતા. રઝાક સોપારી તથા તેના સાગરિતોએ જુદા જુદા સમયે લોન પર લેવામાં આવેલા વાહનો પોતાની પાસે રાખી લઈ તે વાહનોના બાકી હપ્તા ન ભરી રીકવરી માટે આવતા લોન કંપનીના કર્મચારીઓને ધમકાવી કૌભાંડ આચર્યાની જે તે વખતે ફરિયાદ થઈ હતી. તેમાં ગાંગાભાઈ કોડીયાતરની પણ ધરપકડ થવા પામી હતી.

તે પછી જ્યારે ગાંગાભાઈ જામનગરની જિલ્લા જેલમાં હતા. તે દરમિયાન ડિસેમ્બર મહિનાની ૯ તારીખની સવારે રઝાક ચાવડા ઉર્ફે સોપારી તથા રામ ભીમશીભાઈ અને રઝાક સાયચાએ જેલમાં આવેલા પીસીઓ પાસે ગાંગાભાઈને બોલાવી તારે સ્કોર્પિયો ભૂલી જવાનો છે તેમ કહી ગાળો ભાંડી હાથ મરડી ધરાર કબૂલાત કરાવી હતી અને રામ નંદાણીયા અને રઝાક સાયચાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જેલમાં જ મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

ગાંગાભાઈના પિતરાઈ ભાઈ રાજુના નામની જીજે ૨૫ એએ ૯૨૮૪ નંબરની સ્કોર્પિયો મોટર હપ્તા પર ખરીદ્યા પછી રજાક સોપારીએ તે મોટર પોતાને આપી દેવા અને બાકીના હપ્તા પોતે ભરશે તેમ કહેતા ગાંગાભાઈએ વિશ્વાસ રાખી તે મોટર રઝાક સોપારીને આપી હતી. તે મોટરના બાકી હપ્તા રઝાક સોપારીએ ભરપાઈ નહીં કરતા ગાંગાભાઈએ સ્કોર્પિયો પોતાના સગા-વ્હાલાઓને જણાવી પોરબંદરમાં મુકાવી દીધી હતી. આ બાબતનો ખાર રાખી જેલમાં પીસીઓ પાસે બોલાવી રઝાક ઉર્ફે સોપારીએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે ઉપરોક્ત ગુન્હો નોંધી  તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામના કરશનભાઈ દેવશીભાઈ મકવાણાએ ગામની સીમમાં ઉંડ નદીમાંથી રેતી કાઢવા અંગેની લીઝ મેળવી છે. ત્યાં ગઈકાલે સાંજે ધ્રાંગડા ગામના એજાઝ સુમાર સફીયા, ઈકબાલ સુમાર, યાકુબ સુમાર, રાજેશ નાનજીભાઈ દેવીપૂજક નામના ચાર શખ્સ તલવાર, કુહાડી તથા ધોકા સાથે આવ્યા હતા. આ શખ્સોએ તમારે લીઝ ચલાવવી હોય તો મારી પાંચ ગાડી તેમાં રાખવી પડશે અને ગાડી રાખવી ન હોય તો પૈસા દેવા પડશે તેમ કહી ધાક ધમકી આપી હતી. એજાઝે ત્યાં હાજર નરેશ નામના યુવાનને તલવાર બતાવી ધમકી આપી હતી અને કરશનભાઈને પછાડી દઈ એજાઝે હુમલો કર્યાે હતો. ઈકબાલે કુહાડીથી નરેશને ઈજા પહોંચાડી હતી. જ્યારે રાજેશે થપ્પડ ઝીંકી હતી. રૂડીબેનને ધોકો ફટકારી યાકુબે માર માર્યાે હતો તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

આ ફરિયાદની સામે યાકુબ સુમાર જખરાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ કરશનભાઈની લીઝની જગ્યા પર રઝાક ઉર્ફે એજાઝ સુમાર સફીયા જતા અને તેણે ગેરકાયદે ખનનનો વીડિયો ઉતારવાનંુ શરૂ કરતા રમેશભાઈ કરશનભાઈ, નરશી કરશનભાઈ, અતુલ રમેશભાઈ મકવાણાએ ધોકા-પાઈપથી હુમલો કરી એજાઝ અને યાકુબને માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh