Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉલ્ટી થયા પછી દ્વારકાના યુવાન પર કાળનો પંજોઃ
જામનગર તા.૩: જામનગરના અલીયાબાડા પાસે ગઈકાલે રેલવેના પાટા ક્રોસ કરતા એક વૃદ્ધા આવી ચઢેલી એક ટ્રેનના એન્જિનની ઠોકરે ચઢી જતાં મોતને શરણ થયા છે. જ્યારે દ્વારકા શહેરમાં આંચકીની બીમારીથી પીડાતા યુવાનનું ઉલ્ટી થયા પછી મૃત્યુ નિપજ્યું છે.
જામનગર નજીક અલીયા બાડા ગામ પાસે રેલવે ટ્રેક પરથી ગઈકાલે બપોરે ખીમીબેન પરસોત્તમભાઈ લૈયા નામના વૃદ્ધા જઈ રહ્યા હતા. ત્યારે પોરબંદરથી હાવડા જતી ટ્રેન પસાર થઈ હતી.
આ વેળા પાટા ઓળંગી રહેલા ખીમીબેન ટ્રેનના એન્જીનની ટક્કર વાગતા પાટા પર ફંગોળાયા હતા અને તેમના પરથી ટ્રેન ફરી વળી હતી. આ વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતકના પુત્ર સચિનભાઈનંુ પોલીસે નિવેદન નોંધ્યું છે. આ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
દ્વારકા શહેરમાં ટીવી સ્ટેશન રોડ પર રહેતા હારૂનભાઈ અલારખાભાઈ બાલાગામીયા (ઉ.વ.૪૦) નામના યુવાન આંચકીની બીમારીથી પીડાતા હતા. તેઓને શનિવારે રાત્રે ઉલ્ટી થયા પછી તેઓને સારવારમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા દિલશાબેન હારૂનભાઈએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial