Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરંભડામાં જલદ પ્રવાહી પી પ્રૌઢની આત્મહત્યાઃ
જામનગર તા.૩ : ખંભાળિયાના કાઠી દેવરીયા ગામના એક યુવાન તથા બેરાજા ગામના પ્રૌઢને હૃદય રોગના હુમલા ભરખી ગયા છે. જયારે ઓખામંડળના આરંભડા સીમમાં રહેતા વૃદ્ધે અંધશ્રદ્ધાથી પીડાઈને કોઈ જલદ પ્રવાહી પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.
ખંભાળિયા તાલુકાના કાઠી દેવરીયા ગામમાં હરદેવસિંહ તખુભા જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાનને શુક્રવારે રાત્રે નવ વાગ્યા પછી અગિયાર વાગ્યા સુધીમાં હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામમાં વસવાટ કરતા સામતભાઈ મારખીભાઈ કરમુર (ઉ.વ.પર) નામના પ્રૌઢને પણ શુક્રવારે રાત્રે હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. તેમના પુત્ર રામભાઈએ પોલીસને જાણ કરી છે.
ઓખામંડળના આરંભડા ગામ નજીક કૃષ્ણનગરમાં રહેતા રાણાભાઈ બાલુભાઈ ચાનપા (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ છેલ્લા છએક મહિનાથી કોઈ કામ કાજ કરતા ન હતા અને ગુમસુમ રહેતા હતા. એકાદ વર્ષથી તેઓએ અનાજ લેવાનું પણ બંધ કરી દીધુ હતુંં. અવારનવાર અંધ શ્રદ્ધાની વાત કરતા રહેતા આ પ્રૌઢે શનિવારે બપોરે પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. સારવાર દરમિયાન રાણાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ વેજાભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial