Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ દંડ પેટે ભરપાઈ કરવા આદેશઃ
જામનગર તા.૩ : જામનગરના એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ રૂ.૮૦ લાખના ચેક પરતની અદાલત માં કરેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના કાંતુભા સરૂભા જાડેજાએ જામનગર તાલુકાના દડીયામાં મોહનલાલ છોટારામજી માલીની માલિકીની જમીન રૂ.૯૦ લાખમાં ખરીદી હતી. તે જમીનમાં અન્ય વ્યક્તિનો કબજો જણાઈ આવતા કાંતુભાએ પોતાની રકમ પરત માંગતા મોહનલાલે રૂ.૪૦-૪૦ લાખના બે ચેક આપ્યા હતા.
તે બંને ચેક બેંકમાંથી પરત આવતા અદાલતમાં કાંતુભાએ ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન બંને વચ્ચે સમાધાન થતાં મોહનલાલે ફરીથી રૂ.૮૦ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક પણ અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મોહનલાલ છોટા રામજી માલીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા અને દંડ ન ભરાય તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ધર્મેશ કનખરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial