Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિક્રમ લેન્ડરથી ચંદ્ર ૨૫ કિ.મી. જ દૂર, ર૩મી ઓગસ્ટે સાંજે ૬-૦૪ વાગ્યે લેન્ડીંગની ગણત્રીઃ
નવી દિલ્હી તા. ર૧ઃ રશિયાનું લુના-રપ અવકાશયાન ક્રેશ થયા પછી સમગ્ર વિશ્વની નજર ભારતના મિશન પર મંડાયેલી છે. ચંદ્રની ખૂબ જ નજીક પહોંચેલું ચંદ્રયાન-૩ ચંદ્રની દક્ષિણ બાજુની સપાટી પર ર૩ મી ઓગસ્ટે સાંજે ૬-૦૪ વાગ્યે સોફ્ટ લેન્ડીંગ કરશે, તેવી ગણત્રી છે. ઈસરોએ લેટેસ્ટ તસ્વીરો પણ જાહેર કરી છે. જો ભારતનું મીશન સફળ થશે તો એક નવો ઈતિહાસ સર્જાશે. આ આગેકૂચને લઈને લોકો-વૈજ્ઞાનિકોમાં જબરી ઉત્તેજના જોવા મળી રહી છે.
ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરવા માટે વિક્રમ લેન્ડર આગેકૂચ કરી રહ્યું છે. ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર લેન્ડ થવામાં હવે ફક્ત ૩ જ દિવસ બાકી છે. ચંદ્રયાન ૩ નું લેન્ડર ર૩ ઓગસ્ટે ર૦ર૩ ના સાંજે ૬ વાગ્યે અને ૪ મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે છે. આ દરમિયાન ચંદ્રયાન-૩ એ ચંદ્રની નવી લેટેસ્ટ તસ્વીરો મોકલી છે, જે ઈસરોએ જાહેર કરી છે.
ગઈકાલે જ વિક્રમ લેન્ડરનું બીજી વખતનું ડિબુસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું. હવે લેન્ડર અને ચંદ્ર વચ્ચે ફક્ત રપ કિ.મી. જેટલું જ અંતર રહી ગયું છે. આ દરમિયાન ઈસરોએ લેન્ડર વિક્રમ દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસ્વીરો જાહેર કરી છે. આ તસ્વીરો ખૂબ જ નજીકથી લેવામાં આવી છે. ઈસરો દ્વારા જારી કરાયેલી તસ્વીરોમાં અલગ અલગ સપાટી જેવા મળી રહી છે, જેને નોટ કરવામાં આવી રહી છે.
ચંદ્રયાન-૧ અને ચંદ્રયાન-ર મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. અન્નાદુરાઈના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-૩ લેન્ડરને ર૩ ઓગસ્ટની સાંજે રપ કિલોમીટરની ઊંચાઈએથી ચંદ્રની સપાટી પર પહોંચવામાં ૧પ થી ર૦ મિનિટનો સમય લાગશે. આ સમય સૌથી ક્રિટિકલ રહેવાનો છે. આ પછી છ પૈંડાવાળું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી રેમ્પ દ્વારા બહાર આવશે અને ઈસરો તરફથી કમાન્ડ મળતા જ ચંદ્રની સપાટી પર દોડશે. આ દરમિયાન તેના પૈંડા ચંદ્રની ધરતી પર ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને ઈસરોના લોગોની છાપ છોડશે.
ચંદ્રની સપાટી પર લેન્ડ થયા પછી રોવર કુલ ૧૪ દિવસ સુધી રિસર્ચ કરશે અને માહિતી એકઠી કરશે. રોવર પ્રજ્ઞાનનું આયુષ્ય ચંદ્રના એક દિવસ બરાબર એટલે કે ૧૪ દિવસનો રહેશે. રોવર ચંદ્ર પર એલ્યુમિનિયમ, સિલિકોન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ટાઈટેનિયમ, કેલ્શિયમ અને આયરન સંબંધિત માહિતીઓ એકઠી કરશે.
બીજી તરફ રિયાનું લુના-રપ અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-૩ મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે. રશિયાની સ્પેશ એજન્સી રોસ્કોસ્મોસે ર૦ ઓગસ્ટ, રવિવારના જણાવ્યું હતું કે, શનિવારે સાંજે પ-ર૭ વાગ્યે અવકાશયાન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. લુના-રપ ને ૧૮ કિ.મી. ટ ૧૦૦ કિ.મી.ની પ્રી-લેન્ડીંગ ભ્રમણકક્ષામાં દાખલ કરવા માટે શનિવારે સાંજે ૪-૩૦ કલાકે કમાન્ડ આપવામાં આવ્યો હતો. રોસ્કોસ્મોસે જણાવ્યું કે આ દરમિયાન કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે સ્પેફ્ક્રાફ્ટના વાસ્તવિક પેરામીટર મુજબ થ્રસ્ટર ફાયર કરી શકતું ન હતું. પ્રારંભિક પૃથ્થકરણના પરિણામો દર્શાવે છે કે, અવકાશયાન ગણતરીમાંથી સેટ કરેલા પેરામીટરોથી ડેવિએટ થયું હતું. કેલક્યુલેટેડ વેલ્યુ જરૃરી હતી તેના કરતા વધુ હતી. આના કારણે થ્રસ્ટર્સ લાંબા સમય સુધી ફાયર કરવા લાગ્યા અને અવકાશયાન ઓફ-ડિઝાઈન ભ્રમણકક્ષામાં ગયું. લુના-રપ ઓફ-ડિઝાઈન કક્ષાના કારણે ચંદ્ર પર ક્રેશ થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial