Advertisement
Author: નોબત સમાચાર

શાકભાજીનો વ્યવસાય ચાલતો ન હોવાથી યુવાને ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

પરિવારના ઠપકાથી યુવકે ટૂંકાવી લીધી જિંદગીઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના નવાગામ ઘેડમાં રહેતા એક યુવાને શાકભાજીનો ધંધો ચાલતો ન હોવાના કારણે વધેલી આર્થિક સંકળામણથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈ લીધો છે. જયારે પહોળા રસ્તે ચઢેલા પુત્રને પરિવારે કામધંધે ચઢવા ઠપકો આપતા આ યુવાને જિંદગીનો અંત આણી લીધો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી જાસોલીયા સોસાયટીમાં રહેતા મિલન ભરતભાઈ ડાભી નામના યુવાન શાકભાજી વેચવાનો ધંધો કરતા હતા. થોડા સમયથી ધંધો બરાબર ન ચાલતો હોવાના કારણે ઉભી થયેલી આર્થિક સંકળામણના કારણે નાસીપાસ થઈ ગયેલા મિલનભાઈએ શનિવારે રાત્રે પોતાના ઘરે છતમાં રહેલી લોખંડની આડસમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને નીચે ઉતારી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં બચાવી શકાયા ન હતા. મહેશભાઈ રમેશભાઈ ભારાઈએ બનાવ અંગે પોલીસને જાણ કરી છે.

જોડીયા તાલુકાના પીઠડ ગામમાં આવેલા નવાવાસમાં રહેતા આલાભાઇ કરસનભાઈ પરમાર નામના પ્રૌઢનો પચ્ચીસ વર્ષનો પુત્ર મનોજ કોઈ કામ ધંધો કરતો ન હતો અને અવળા રસ્તે ચડી ગયો હતો. તેની પરિવારજનોને જાણ થતા તેઓએ અવારનવાર મનોજને સુધરી જવા અને કામધંધે ચઢી જવા માટે કહ્યું હતું. તેમ છતાંં આ યુવાન માનતો ન હતો.

તે દરમિયાન શનિવારે ફરીથી પરિવારજનોએ મનોજને સુધરી જવાનું કહેતા મનોમન લાગી આવવાના કારણે આ યુવાને પોતાના ઘરે લૂંગી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતા તેને નીચે ઉતારી દવાખાને ખસેડવામાં  આવ્યો હતો. જ્યાં ફરજ પર તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. પિતા આલાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh