Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટમાં નીચેની અદાલતના હુકમ સામે રીટમાં
જામનગર તા. ૨૧ઃ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સામેની બદનક્ષીની ફરિયાદની કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરાતા હાઈકોર્ટે હાલના તબક્કે સ્ટે ઓર્ડર ફરમાવ્યો છે.
જામનગર ગ્રામ્યના વર્તમાન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ એચ. પટેલ વર્ષ ૨૦૦૪માં ધારાસભ્ય હતા ત્યારે તેમની સામે ધ્રોલના લાલજીભાઈ કારાભાઈ પઢીયાર નામના આસામીએ આઈપીસી ૫૦૦ હેઠળ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ અન્વયે પોલીસે જુદા જુદા તબક્કામાં ત્રણ સમરી ભરી હતી. તે સમરી જોડિયાના પ્રિન્સીપાલ સિવિલ જજ અને જ્યુડી. મેજી. ફ.ક.એ રદ્દ કરી ફરિયાદ પરથી કોગ્નીઝન્સ લઈ આઈપીસી ૪૯૯, ૫૦૦, ૫૦૧, ૫૦૨ અને સાથેની કલમ ૧૦૯ અને ૧૧૪ના આક્ષેપિત ગુન્હા માટે રાઘવજી પટેલ અને અન્ય સાત વ્યક્તિ સામે પ્રોસેસનો હુકમ કરી સમન્સ ઈસ્યુ કરવા વર્ષ ૨૦૨૧માં હુકમ કર્યાે હતો.
આ હુકમને રાઘવજી પટેલે હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી પડકાર્યાે હતો અને પોતાની સામેની ફોજદારી કાર્યવાહી તથા ફરિયાદ અને વાદગ્રસ્ત હુકમ રદ્દ કરવા અરજી કરી હતી. તે અરજી અન્વયે હાઈકોર્ટે જોડિયાની અદાલત સમક્ષ કરાયેલા ફોજદારી કેસ નં.૧૦૮/૨૦૨૧ની આગળની તમામ કાર્યવાહી પર સ્ટેનો હુકમ કર્યાે છે. રાઘવજી પટેલ તરફથી લાખાણી એન્ડ લાખાણી લીગલ કન્સલ્ટન્સીના વકીલ પી.એમ. લાખાણી, નીલ લાખાણી અને સચિન કદમ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial