Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વિભાગની કુલ ૧૬ બેઠક માટે ચૂંટણી થશેઃ
જામનગર તા. ર૧ઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ૧૬ બેઠક માટેની ચૂંટણી અન્વયે આગામી તા. ૯-૧૧-ર૦ર૩ ના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા. ૧૦ ના મત ગણતરી થશે.
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ-ધ્રોળની હાલની કમિટીની મુદ્ત પૂરી થવા જઈ રહી છે. આથી નવી ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક, વેપારી વિભાગની ૪ બેઠક માટે સહકારી-ખરીદ વેંચાણ મંડળીઓના મત વિભાગની બે બેઠક મળી કુલ ૧૬ બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં તા. ર૯-૧૦-ર૦ર૩ ના સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો આપવામાં આવશે. તા. ૩૦-૧૦-ર૦ર૩ ના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા. ર-૧૧-ર૦ર૩ ના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. ૯-૧૧-ર૦ર૩ ના સવારે ૯ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બીજા દિવસે તા. ૧૦ ના મતગણતરી હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial