Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ શખ્સ અને કાયદાથી સંઘર્ષિત ત્રણ કિશોર પકડાયાઃ
જામનગર તા. ૨૧ઃ ધ્રોલના લતીપર ગામની સીમમાં બે સપ્તાહ પૂર્વે શ્રમિક દંપતી પર રાત્રિના સમયે જીવલેણ હુમલો થયો હતો. જેમાં શ્રમિક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. નાસી ગયેલા હુમલાખોરોના સગડ દબાવતી ધ્રોલ પોલીસ તથા એસઓજીએ ત્રણ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત ત્રણ કિશોરને આ ગુન્હામાં પકડી પાડ્યા છે અને હથિયારો કબજે કર્યા છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં આવેલા જયંતિભાઈ જાદવજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની કમલેશ જામસીંગ આદિવાસી તથા તેમના પત્ની સંતરબાઈ ગઈ તા.૭ની રાત્રે ખેતરમાં નિદ્રાધીન થયા હતા ત્યારે ધારીયા સહિતના હથિયારો સાથે ધસી આવેલા કેટલાક શખ્સોએ આ દંપતી પર જીવલેણ હુમલો કર્યાે હતો.
તે બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી ધ્રોલ પોલીસે પીએસઆઈ પી.જી. પનારાના વડપણ હેઠળ તપાસ શરૃ કરી હતી. જેમાં એસઓજી ટીમ પણ જોતરાઈ હતી.
તે દરમિયાન લતીપર પાસે ગૌશાળા નજીક એક વાડીની ઓરડીમાં કેટલાક શખ્સો એકઠા થયાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે મગન સુકેલીયા બામણીયા, રીંકુ શંકરભાઈ બામણીયા, ધુંધા દેસીંગ ઢીબલીયા નામના અલીરાજપુર જિલ્લાના ત્રણ શખ્સ અને કાયદાથી સંઘર્ષિત ત્રણ કિશોરને પકડી પાડ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ લતીપરની સીમમાં શ્રમિક દંપતી પર જીવલેણ હુમલો કર્યાની કબૂલાત આપી છે અને હથિયારો કાઢી આપ્યા છે. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial