Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિક્કા પાટિયા પાસે ગુરૃવારે રાત્રે એક યુવાનને બાઈક સાથે ઠોકરે ચડાવી અજાણ્યું વાહન નાસી ગયું છે. ઘવાયેલા બાઈકચાલકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. કાલાવડના મોટી માટલી પાસે ટ્રકમાં જેક મારતા એક ક્લિનરને પાછળથી આવતા ટ્રકે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા ગામના પાટિયા પાસે મૂળ જામજોધપુરના બાવરીદળ ગામના વતની અને હાલમાં રાજકોટમાં રહેતા સાગર ભીમજીભાઈ બેરા નામના આહિર યુવાનના ભાઈ કૌશલ બેરા જીજે-૧૦-સીક્યુ ૯૮૮૭ નંબરના બાઈકમાં ગુરૃવારની રાત્રે પસાર થતા હતા.
આ વેળાએ કોઈ અજાણ્યું વાહન ધસી આવ્યું હતું. તેના ચાલકે બાઈકને હડફેટે લેતાં બાઈકચાલક રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી અજાણ્યું વાહન નાસી ગયું છે. સાગરભાઈ બેરાએ મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હિટ એન્ડ રનની તપાસ હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નિજાવાવ ગામના હરેશભાઈ અમુભાઈ મકવાણા ક્લિનર અને ડ્રાઈવર હિતેશભાઈ જમનાદાસ ભાલોડીયા જીજે-૧૧-ટીટી ૯૧૪૬ નંબરના ટ્રકમાં જતા હતા ત્યારે કાલાવડ નજીકના મોટી માટલી પાસે પંક્ચર પડતા બંને વ્યક્તિ રોડની સાઈડમાં ટ્રક ઉભો રાખી જેક મારતા હતા. આ વેળાએ જીજે-૩૨-ટી ૯૫૦૫ નંબરનો ટ્રક ધસી આવ્યો હતો. તેના ચાલકે ૯૧૪૬ નંબરના ટ્રકના ઠાઠામાં ટક્કર મારતા હરેશભાઈને ગંભીર ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial