Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેઈઝ-ર મા પણ ૭૧.૮૦ કરોડ રૃપિયા ખર્ચાશેઃ
ખંભાળિયા તા. ર૧ઃ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દ્વારકા નજીક વિકસી રહેલા શિવરાજપુરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટ્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, અને જણાવ્યું હતું કે, રૃા. ર૩.૪૩ કરોડના પ્રથમ ફેઈઝની ૬પ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ફેઈઝ-ર મા પણ રૃા. ૭૧.૮૦ કરોડ ખર્ચાશે.
પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને રમણીય શિવરાજપુર બીચમાં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું જાતનિરીક્ષણ કર્યું હતું, અને અધિકારીઓને જરૃરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફ્લેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપુર બીચને પ્રવાસન વિભાગ વિકસિત કરી રહ્યો છે.
શિવરાજપુરમાં અંદાજે રૃા. ર૩.૪૩ કરોડના ખર્ચે ફેઈઝ-૧ અંતર્ગત અરાઈવલ પ્લાઝા, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઈલેટ બ્લોક સુવિધા વગેરેના જે કામો હાથ ધરાવાના છે તે પૈકીના પ્રગતિ હેઠળના કામોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, અને કહ્યું હતું કે, ફેઈઝ-૧ ના કામો પૈકી ૬પ ટકા કામો પૂર્ણ થઈ ગયા છે, તેમણે આ કામો વહેલાસર પૂર્ણ કરી પ્રવાસીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટેના પ્રેરક સૂચનો કર્યા હતાં. શિવરાજપુરમાં ફેઈઝ-ર મા વિવિધ ટુરિસ્ટ ફેસેલીટીના રૃપિયા ૭૧.૮૦ કરોડની કિંમતના કામોની વિગતો પણ મંત્રીએ આપી હતી. ફેઈઝ-ર મા હાલ પ૦ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે.
કેબિનેટ મંત્રીએ હાઈ-વેથી શિવરાજપુર પહોંચવા માટેના રોડની માર્ગ-મકાન વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરી પણ નિહાળી હતી. પ્રવાસન વિભાગે આ રોડ નિર્માણ માટે ૪૦ કરોડ રૃપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવેલા છે તથા આ રોડનું ૮પ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
આ મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, હિતેન્દ્રભઈ આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial