Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ લોકપ્રશ્નોની વરસાવી ઝડીઃ આંદોલનની ચિમકી

જામનગરની ફરિયાદ-સંકલન સમિતિમાં

જામનગર તા. ર૧ઃ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ-સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પ્રજાહિતના અનેક પ્રશ્ન રજૂ કર્યા હતાં. જેમાં સડોદર ગામમાં લીન્ડ ફાર્મ કંપની દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે આક્રમક રજૂઆત કરી તાકીદે દબાણ દૂર કરવા માંગ કરી હતી.

લાલપુરથી ખટિયા, કાલાવડ તેમજ ધુનડાથી ટેભડા એમ બન્ને અધુરા રહેલા રોડના કામ બાબતે તેમણે જણાવ્યું હતું કે, નિયમ મુજબ જમીન સંપાદન અને ફોરેસ્ટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર આપી ના શકાય તો તંત્ર દ્વારા આ બન્ને રોડના વર્ક ઓર્ડર કેમ ઈસ્યુ થયા? અને કોની રહેમરાહથી જે તે એજન્સીને વર્ક કમ્પલીેશન સર્ટી. પણ આપી દેવામાં આવ્યું? ચોમાસામાં જામજોધપુર-લાલપુર વિસ્તારને નુક્સાન પામેલ ધ્રોળ, રોડ, બ્રીજ ડેમ અને તળાવો બાબતે પ્રશ્ન ઊઠાવી સરકારમાં કેટલી દરખાસ્ત કરવામાં આવી? તેની ચર્ચા પછી મરામત માટે સૂચન કર્યા હતાં.

જામનગર જિલ્લામાં કેટલા રોડના રી-સર્ફસ માટેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે? તેના જવાબમાં જણાવાયું હતું કે, નિયમ મુજબ સાત વર્ષ રી-સર્ફસ કરવાનું હોય છે. જિલ્લાના સ્ટેટ વિભાગના ૬ અને પંચાયત હસ્તકના ૧૧૦ રોડની સમયમર્યાદા પૂરી થઈ ચૂકી છે. ૫ંચાયતના ૧૧૦ રોડમાંથી ૪૯ રોડ જામજોધપુર-લાલપુર પંથકના છે. આમ પોતાના મત વિસ્તારને હળાહળ અન્યાય થતો હોવાનું ધારાસભ્યે જણાવ્યું હતું.

૧ લી મે ની ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી. જ્યારે ચાર કરોડથી વધુ રકમના કામો ટેન્ડર વગર ખાનગી એજન્સીને આપી દેવામાં આવ્યા હતાં. જેની માહિતી માંગવામાં આવતા અપૂરતા જવાબ આપવામાં આવ્યા હતાં. જેમાં સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છ ે.

કોરોનાકાળમાં બંધ કરાયેલ એસ.ટી. બસના રુટ પુનઃ શરૃ કરવા ઉપરાંત જામજોધપુર-ધંધુકા અને માતાના મઢનો રૃટ પુનઃ ચાલુ કરવા પણ માંગણી કરી હતી.

જામજોધપુર, ઈસ્ટ, વેસ્ટ, લાલપુર, સમાણા, સિક્કા, સાપર અને વેરાડની પેટા કચેરીમાં નવા ખેતીવાડી વીજ જોડાણ અને લોડ વધારા બાબતે પણ પ્રશ્ન ઊઠાવ્યા હતાં. જેની માહિતીમાં પણ ખોટા જવાબ મળ્યા હતાં. તેમ ધારાસભ્યે જણાવ્યું હતું. ખેડૂતોને સર્વિસ વાયર બદલી અપાતા નથી અને જો ડાયરેક્ટ જોડાણ મેળવાય તો દંડનીય કાર્યવાહીનો ભોગ બનવું પડે છે.

નિયમ મુજબ ૪૮ કલાકમાં વીજ ટ્રાન્સફોર્મર બદલી આપવાનું રહે છે. જેમાં થતું નથી. આઠ કલાક થ્રી ફેસ પાવર પણ મળતો નથી. તો વાડી વિસ્તારમાં સિંચાઈ ફેસ ર૪૦ વોલ્ટેજમાં પાવર આપવાનો હોય છે. તે પણ મળતો નથી. વીજ કચેરીના ફોલ્ટ સેન્ટરમાં કોઈ ફોન ઉપાડતું નથી. આથી શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.

જો ગુરુવાર સુધીમાં વીજ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને ભગતસિંહના ચિન્ધિયા માર્ગે લાલપુરની વીજકચેરીને તાળાબંધી કરવામાં આવશે. આ પછી પણ જરૃર પડ્યે બીલ નહીં ભરવાનું આંદોલન ચલાવાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh