Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
₹ ૯૮ હજારનો મુદ્દામાલ જપ્તઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના શંકરટેકરી, સોનલનગર, શ્યામનગર તેમજ રાજપાર્ક વિસ્તાર અને જામજોધપુર શહેર, વાલાસણ ગામ પાસે તથા ધ્રોલના મોટા વાગુદળ ગામમાં પોલીસે શનિવાર તથા રવિવારના દિવસોમાં જુગાર પકડવા સાત દરોડા પાડ્યા હતા. જેમાં આઠ મહિલા સહિત છત્રીસ ઝડપાઈ ગયા હતા, બે નાસી ગયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના રાજ પાર્ક વિસ્તાર પાછળ આવેલા રંગમતી ચોકમાં શનિવારે બપોરે જાહેરમાં ગજી૫ાના વડે જુગાર રમાતો હોવાની બાતમી સીટી-બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના જયદીપસિંહ, ક્રિપાલસિંહ, બલભદ્રસિંહ, મયુરરાજસિંહને મળતા પીઆઈ એચ.પી. ઝાલાની સૂચના અને પીએસઆઈ એ.વી. વણકરના વડપણ હેઠળની પોલીસ ટીમે ત્યાં આવેલા કિરણબેન વારા નામના મહિલાના મકાન પાસે દરોડો પાડયો હતો. તે સ્થળે જુગાર રમી રહેલા કિરણબેન પરેશભાઈ વારા, સમજુબેન વિક્રમભાઈ મકવાણા, શોભનાબેન મનસુખભાઈ ચૌહાણ, વર્ષાબેન ધર્મેશભાઈ મકવાણા, રમાબેન ધર્મેશભાઈ મકવાણા, સોનલબેન જીવણભાઈ ઝિંઝુવાડીયા, રેખાબેન જેન્તીભાઈ દાવડા, શિલ્પાબેન લાલજીભાઈ ધાપા નામના આઠ મહિલા તથા અબ્દુલ હારૂન બ્લોચ નામનો શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી ₹ ૧૫૧૦૦ રોકડા, ગંજીપાના કબજે કરી તમામ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના સોનલનગર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે શનિવારે સાંજે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના જાવેદ વજગોર, હોમદેવસિંહ, હર્ષદભાઈને મળતા પીઆઈ એ.આર. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે ત્યાં દરોડો પાડતા ગંજીપાનાથી જુગાર રમી રહેલા કમલેશભાઈ કાયાભાઈ કારીયા, ધારોભાઈ ભારમલ રૂડાચ, પરબત જેઠાભાઈ ભાન, માલદેભાઈ રણમલભાઈ ધારાણી, ગોવાભાઇ રામભાઈ કાંબરીયા તથા જોધાભાઈ વિકમશી લગારીયા નામના છ શખ્સ ₹ ૧૮,૪૮૦ રોકડા સાથે પકડાઈ ગયા હતા.
જામજોધપુરના ધરારનગર માં શનિવારે સાંજે તીનપત્તી રમતા રવિ ધીરુભાઈ ઝિંઝુવાડીયા, સાગર દિનેશભાઈ કુડેચા, ભૂપતભાઈ ગોવિંદભાઈ સરવૈયા, જયંતીભાઈ મગનભાઈ ઝિંઝુવાડીયા તથા અનિલ કિશોરભાઈ કુડેચા નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી ₹ ૨૧૨૦ અને મોબાઈલ મળી ₹ ૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામજોધપુર તાલુકાના વાલાસણ ગામથી ધ્રાફા તરફ જવાના રોડ પર શનિવારે રાત્રે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા રૂડા લાખાભાઈ ભારાઈ, જગાભાઈ નાથાભાઈ ભારાઈ, રાહુલ રૂડાભાઈ ભારાઈ, રાજુ ભાઈલાલ સોલંકી નામના ચાર શખ્સ ₹ ૪૦૨૦ રોકડા સાથે પકડાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને કિશોર ગોવાભાઇ ભારાઈ, સરમણ કાનાભાઈ ભારાઈ નામના બે શખ્સ નાસી ગયા હતા.
જામનગરના ગોકુલનગર પાસે શ્યામનગરની શેરી નં.રમાં ગઈરાત્રે જુગાર રમતા જીજ્ઞેશ મિલનભાઈ પરમાર, ભીખુભા ગુલાબસિંહ જાડેજા, શ્યામ ભરતભાઈ ભોજક, અનિરૃદ્ધસિંહ નટુભા ચુડાસમા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. ₹ ૧૪,૮૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના શંકરટેકરી નજીકના રામનગરમાં ગઈરાત્રે તીનપત્તી રમતા હીરાભાઈ રાણાભાઈ ઘોડા, ધર્મેન્દ્રસિંહ કાળુભા જાડેજા, ભરતસિંહ જયુભા જાડેજા નામના ત્રણ શખ્સને પોલીસે ₹ ૧૭,૩૯૦ સાથે પકડી પાડ્યા છે.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામની સીમમાં આવેલા એક ખેતર નજીક ખરાબા પાસે આજે વહેલી સવારે જુગાર રમતા નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા, જયપાલસિંહ મનુભા જાડેજા, રામદેવસિંહ કરણુભા જાડેજા, લગધીરસિંહ દિલુભા જાડેજા, પ્રવીણસિંહ લાલુભા જાડેજા નામના પાંચ શખ્સને ધ્રોલ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી લીધા હતા. પટમાંથી ₹ ૧૦,૪૦૦ રોકડા, ચાર મોબાઈલ મળી કુલ ₹ ૩૦,૫૦૦નો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial