Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી મૂળુભાઈ બેરાએ રસ લેતા
ખંભાળીયા તા. ૨૧ઃ તાજેતરમાં વર્ષો જુના હંસ્થળના ડેમના વિકાસ માટે બે કરોડ જેટલી રકમ ફાળવાયા પછી રાજ્ય સરકારમાં મંત્રીપદે બિરાજતા ખંભાળિયા-ભાણવડના ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસોથી ભાણવડ પાસેના મોડપરનો ગુલાબ સાગર ડેમ કે જે રાજાશાહીના સમયનો હતો તેની મજબૂતી તથા મરામત માટે રાજ્ય સરકારે ૩.૮૪ કરોડ રૃપિયા મંજુર કરવામાં આવ્યા હતાં.
રાજાશાહીના સમયને આ ડેમની મરામત તથા મજબૂતી થતા ૬૧.૩૦ એમસી-એફટીની જળ ક્ષમતા વધશે તથા પાણી લીકેજ બંધ થતા ૧પ૦૦ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ શરૃ થશે.
મોડપર પાસે ગુલાબ સાગર જળ યોજના વન વિસ્તારમાં આવેલી હોય વન્યપ્રાણી તથા પક્ષીઓને ઉનાળામાં પીવાના પાણી માટે પણ આ યોજનાનો વિકાસ ખૂબ ઉપયોગી હોય વન્યજીવ સૃષ્ટિ માટે પણ આ યોજના ફાયદાકારક થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial