Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧ઃ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભરમાં મીડિયામાં ચર્ચાસ્પદ બનેલા ભાજપના મહિલા નેતાઓના કડવા વાર્તાલાપનું પ્રકરણ બંધ થવાના અણસાર દેખાતા નથી !
સમગ્ર રીતે આમ જુઓ તો ભારતીય જનતા પક્ષનો જ આ આંતરિક મામલો જ ગણી શકાય... આ પ્રકરણે મીડિયામાં ખૂબ જ મહત્વનું સ્થાન એટલા માટે મળ્યું કારણ કે તે જાહેરમાં થયું... મીડિયા, કેમેરા અને ભાજપના પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારી, અધિકારીઓની હાજરીમાં થયું !
જે થયું તે.. . ખુલાસા, નારાજગી, નિવેદનો, પ્રતિક્રિયાઓ રજુ થયા અને મેયરપક્ષે પરિવાર તથા જૈન સમાજ તરફથી રજુઆતો પણ થઈ.
તેમ છતાં આ પ્રકરણ હજુ શાંત પડ્યું હોય તેમ જણાતું નથી. ગઈકાલે રવિવારે બપોર પછી સમગ્ર શહેરમાં મેયર રાજીનામું આપી રહ્યા હોવાની વાત વહેતી થઈ... એ આજ સવાર સુધી ચાલુ રહી... અંતે ખૂદ મેયરે સ્પષ્ટતા કરીને ભારપૂર્વક જણાવ્યું કે મારા રાજીનામાની વાત માત્ર અફવા છે.
કોઈને કોઈ ખણખોદીયાઓ પછી તે ગમે તે પક્ષના હોય આ પ્રકરણને જાગતું રાખવા માંગે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ભાજપ જેવા અનુશાસન અને શિસ્તના અગ્રહી, કડક નિર્ણયો લેવામાં શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષ દ્વારા આ પ્રકરણમાં હજી સુધી ઉપલી નેતાગીરી દ્વારા મૌન જાળવી રાખવામાં આવ્યું છે તે પણ સૂચક છે ! આગામી મહિને મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિના ચેરમેનની પસંદગી સતાધારી ભાજપે કરવાની છે ત્યારે આ પ્રકરણના કારણે કેટલાંક દાવેદારોના નામની બાદબાકી થઈ જાય તો નવાઈ નહીં !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial