Advertisement
Author: નોબત સમાચાર

ગાંધવીમાં નિર્માણાધિન ડિસેલિનેશન પ્લાન્ટની મુલાકાતે કુંવરજી બાવળિયાઃ દિશા નિર્દેશ કર્યા

દરિયાના પાણીને મીઠું બનાવવાનું કામ પ્રગતિ હેઠળ

ખંભાળીયા તા. ર૧ઃ ગાંધવીમાં નિર્માણાધીન ડિસેલિનેશન પ્લાન્ટની મુલાકાત કરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જરૃરી દિશા નિર્દેશો કર્યા હતાં.

પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દરિયાના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવા ગાંધવીમાં નિર્માણાધિન ડિસેલિનેશન પ્લાન્ટની સ્થળ પર રૃબરૃ મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૃરી દિશા નિર્દેશ કર્યા હતાં.

રાજયવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઊભો કરવાના હેતુથી સ્થાનિક જરૃરિયાત મુજબ દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટેના "ડી-સેલિનેશન પ્લાન્ટ" સ્થાપવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય કરાયો છે. તે અંતર્ગત દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રોજનું ૭ કરોડ લીટર પ્રતિદિન માટે "ડી-સેલિનેશન પ્લાન્ટ" બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ પાણી મેળવીને હાલના પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, દ્વારકા તાલુકાના અને પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના અંદાજીત ૬ લાખ લોકોને પાઈપલાઈન દ્વારા ડી સેલીનેટેડ પાણી આપી શકાશે અને જળસલામતીમાં વધારો કરી શકાશે. મુલાકાત દરમિયાન ગાંધીનગરથી જી.ડબલ્યુ.આઈ.એલ. તરફથી ચીફ જનરલ મેનેજર સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh