Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેનરિક દવાઓ લખવાના મુદ્દે આઈએમએના વિરોધ સંદર્ભે આજે આરોગ્યમંત્રીની બેઠકઃ
નવી દિલ્હી તા. ર૧ઃ હવે દવા કંપનીઓ પાસેથી 'ફાયદો' મેળવનાર ડોક્ટરનું લાયસન્સ સસ્પેન્ડ થશે. આ સંદર્ભે આકરા નિયમો ઘડાયા છે. હવે દવા કંપનીઓ દ્વારા યોજાતા વર્કશોપ-કોન્ફરન્સ-સેમિનારમાં જવા ઉપર પણ પ્રતિબંધના કારણે કોઈને કોઈ બહાને તગડી કમાણી કરી લેતા ડોક્ટરો પર લગામ લાગશે. તેમ જાણવા મળે છે.
નેશનલ મેડિકલ કમિશનએ ડોક્ટરો માટે નિયમો કડક બનાવ્યા છે. ફાર્મા કંપનીઓ અથવા સંબંધિત આરોગ્ય ક્ષેત્ર દ્વારા પ્રત્યક્ષ કે આડક્તરી રીતે પ્રાયોજિત હોય તેવા કોઈપણ સેમિનાર, વર્કશોપ અથવા કોન્ફરન્સમાં ડોક્ટર્સ ભાગ લેશે નહીં. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ડોક્ટરોનું લાઈસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરી શકાય છે. એનએમસીના નવા પ્રોફેશનલ કંડફ્ટ રેગ્યુલેશન્સની કલમ ૩પ પણ ડોક્ટરો અને તેમના પરિવારોને ફાર્મા કંપનીઓ અથવા તેમના પ્રતિનિધિઓ પાસેથી કન્સલ્ટન્સી ફી અથવા માનદ્ વેતન લેવા પર પ્રતિબંધ મૂકે છે.
નવા નિયમો હેઠળ ડોક્ટરો માટે જેનરિક દવાઓ લખવી ફરજિયાત કરવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ તેનો વિરોધ કર્યો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે આ અંગે બેઠક બોલાવી છે. ડોક્ટરો પર ફાર્માસ્યુટિકલ કંપનીઓનો પ્રભાવ ઓછો કરવા માટે ક્યા નિયમો બનાવવામાં આવ્યા છે. નવા નિયમો ડોક્ટરોને 'કોમર્શિયલ હેલ્થકેર સંસ્થાઓ, મેડિકલ ડિવાઈસ કંપનીઓ અથવા કોર્પોરેટ હોસ્પિટલોમાંથી કોઈપણ બહાને કન્સલ્ટન્સી ફી અથવા માનદ્ વેતન લેવા પર પ્રતિબંધ મૂકે છે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ર૦૧૦ માં ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી ડોક્ટરો અને તેમના પરિવારોને ભેટ, મુસાફરી સુવિધાઓ અથવા આતિથ્ય પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ઘણાં ડોકટરો સાથે કરાર કર્યા કે તેઓ લેક્ચર આપશે અને વર્કશોપ કરશે. ડોક્ટરો આ આવક જાહેર કરતા હતાં. ઘણી કોર્પોરેટ હોસ્પિટલોએ પણ દર્દીઓને રીફર કરવા માટે ડોક્ટરો સાથે જોડાણ કર્યું હતું અને તેને 'સુવિધા ફી' કહીને તેના માટે ચૂકવણી કરી હતી. ઘણાં ડોક્ટરો ફાર્મા અને મેડિકલ ડિવાઈસ ઈક્વિપમેન્ટ કંપનીઓની આ 'કન્સલ્ટન્સી' દ્વારા અને આવી 'સુવિધા' ફી દ્વારા તેમના પગાર કરતા વધુ કમાણી કરે છે. નવા કરારે આ છટકબારી દૂર કરી હોવાનું જણાય છે. ડોક્ટરો હવે આ વ્યાપારી સંસ્થાઓ પાસેથી આ સંસ્થાઓના કર્મચારીઓ તરીકે પગાર અને લાભોના રૃપમાં જ પૈસા મેળવી શકશે. નવા નિયમો ડોક્ટરોને હિતોના સંઘર્ષની કાળજી લેવા કહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial