Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે પણ સુપ્રિમ કોર્ટે ઠપકો આપ્યો હતો
નવી દિલ્હી તા. ર૧ઃ સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરૃદ્ધ આદેશ પસાર કરવા બદલ ગુજરાત હાઈકોર્ટને સુપ્રિમની ફટકાર લગાવી છે. સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું - ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? ભારતમાં એવી કોઈ કોર્ટ નથી જે સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરૃદ્ધ આદેશ પસાર કરી શકે. જેના જવાબમાં ગુજરાત સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે સરકાર વતી જજને આદેશ પાછો ખેંચવા કહીશું.
ગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરૃદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરૃદ્ધ છે. સુપ્રિમ કોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રિમ કોર્ટે આ મામલે આજે સુનાવણી માટે લિસ્ટેડ કર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે આ મામલે શનિવારે આદેશ પસાર કરતાં સુપ્રિમ કોર્ટ વિફરી હતી.
સુપ્રિમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજજવલ ભુઈયાંની બેન્ચે રોષ વ્યકત કરતાં કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે ? ભારતમાં તેની કોઈ કોર્ટ નથી જે સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરૃદ્ધ આદેશ પસાર કરી શકે. આ બંધારણની વિચારધારા વિરૃદ્ધ છે.
ગુજરાત સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતાં. તેમણે આ મામલે દલીલ કરી કે હાઈકોર્ટ દ્વારા આદેશ ફકત કલેરિકલ ભૂલને દૂર કરવા માટે અપાયો હતો. આ મામલે ગેરસમજ પેદા થઈ છે. તેમણે કહ્યું કે અમે સરકાર વતી જજને અપીલ કરીશું કે તેઓ તેમનો આદેશ પાછો ખેંચે
સુપ્રિમ કોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજુરી આપી દીધી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે બાળક જીવિત રહે તો દત્તક લેવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ પીડિતાને ર૭ અઠવાડિયાથી વધુ સમયનું ગર્ભ હતું. તેણે ગર્ભપાતની મંજુરી માગી હતી.
જસ્ટિલ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ભુઈયાંની બેન્ચે શનિવારે પણ એક વિશેષ સુનાવણીમાં કહ્યું હતું કે આવા મામલે ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની ભાવના અપનાવવી જોઈતી હતી. તેમણે તેને સામાન્ય મામલો ગણ્યો. આવું ઢીલાશભર્યું વલણ અયોગ્ય છે. બેન્ચે આ મામલે મહિલાની અરજી પર ગુજરાત સરકાર તથા અન્યોને નોટીસ જારી કરી તેની પાસે જવાબ પણ માગ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial