Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાએ નોંધાવી પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૨૧ઃ ઓખા મંડળના એક વિસ્તારમાં વસવાટ કરતા મહિલા તથા તેમની પોણા ચૌદ વર્ષની પુત્રી શનિવારે રાત્રે પોતાના ઘરમાં હતા ત્યારે ઘૂસી આવેલા એક શખ્સે પુત્રી સાથે અડપલાં કરી માતાને ધક્કો મારી પછાડી દેતાં પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ઓખામંડળના મીઠાપુર નજીકના એક વિસ્તારમાં વસવાટ કરતા મહિલા તથા તેમની પુત્રી શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યે પોતાના મકાનમાં હતા ત્યારે આરંભડાના કૃષ્ણ નગરમાં રહેતો મહિપતભા રણમલભા કેર ઉર્ફે કાયડી ધસી આવ્યો હતો.
આ શખ્સે તે મહિલા સાથે બોલાચાલી કર્યા પછી તેમની પોણા ચૌદ વર્ષની પુત્રી સાથે અણછાજતા અડપલાં કર્યા પછી તેણીનો હાથ પકડી લીધો હતો. આ વેળાએ માતા વચ્ચે પડતા મહિપતભાએ તેણીને ધક્કો મારી પછાડી દીધા હતા.
માતા-પુત્રીએ પાડેલી ચીસોના પગલે આ શખ્સ નાસી ગયો હતો. તે પછી પોલીસ મથકે ધસી ગયેલા માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૫૪ (એ), ૩૨૩, ૪૪૭, ૫૦૪, ૫૦૬ (ર), પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી મહિપતભા ઉર્ફે કાયડીની શોધ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial