Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટોચ પર જાપાનનું ટોકિયોઃ બીજાક્રમે ઈન્ડોનેશિયાનું જાકાર્તા
નવી દિલ્હી તા. ર૧ઃ વસ્તીની દૃષ્ટિએ વિશ્વના ટોપ ફાઈવમાં ભારતના દિલ્હી અને મુંબઈને અનુક્રમે ત્રીજુ અને પાંચમું સ્થાન પ્રાપ્ત થયું છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્કલ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર વસ્તીની દૃષ્ટિએ વિશ્વના ટોચના ર૦ શહેરોની યાદી શેર કરવામાં આવી છે. આ ડેટા પ્રમાણે જોઈએ તો ટોચના પાંચ શહેરોમાં ભારતના દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે. આ ડેટા અનુસાર ટોચ પર જાપાનનું ટોકયો-યોકોહામા ૩.૩૭પ કરોડની વસ્તી સાથે બિરાજમાન છે. બીજા ક્રમે ઈન્ડોનેશિયાનું જાકાર્તા શહેર આવે છે. જેની વસ્તી ૩.૩૭૦ કરોડ છે. ભારતનું પાટનગર દિલ્હી ૩.રરર કરોડની વસ્તી સાથે ત્રીજાક્રમે આવ્યું છે. આ ક્રમમાં ચોથા નંબરે ગુઆંગજો ફોશાન છે. જેની વસ્તી ર.૬૯૪ કરોડની છે. પાંચમા નંબર પર ભારતનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ આવે છે. જેની વસ્તી ર.૪૯૭ કરોડ છે. આ ક્રમમાં આગળ વધીએ તો છઠ્ઠા ક્રમ પર ર.૪૯ર કરોડની વસ્તી સાથે મનિલા, ર.૪૦૭ કરોડ સાથે શાંધાઈ સાતમા ક્રમ પર છે. આઠમા ક્રમ પર ર.૩૦૮ કરોડની વસ્તી સાથે સાઓ પાઉલો છે. નવમા ક્રમ પર સિઓલ ર.૩૦૧ કરોડની વસ્તી સાથે છે તથા નંબર ૧૦ ના ક્રમ પર મેક્સિકો સિટી ર.૩૦૮ કરોડની વસ્તી સાથે સાઓ પાઉલો છે, નવમા ક્રમ પર સિઓલ ર.૩૦૧ કરોડની વસ્તી સાથે છે તથા નંબર ૧૦ પર મેક્સિકો સિટી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial