Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવી વાત ક્યાંય થઈ જ નથીઃ બીનાબેન કોઠારી
જામનગર તા. ર૧ઃ જામનગરમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ધ પછી મેયર રાજીનામું આપશે તેવી અફવાએ જોર પકડ્યું હતું, જો કે મેયરે આ માત્ર અફવા હોવાનું જણાવ્યું છે.
જામનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બિનાબેન કોઠારી વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. આ મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન નારાજ થયેલા મેયર બિનાબેન કોઠારી રાજીનામું આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
મેયરે રાજીનામાની વાતને માત્ર અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે, રાજીનામું આપવાની વાત ક્યાંય થઈ જ નથી. આ માત્ર કોઈના ભેજાની ઉપજ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial