Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં શ્રાવણી મેળા
જામનગર તા. ૨૧ઃ જામનગર મહાનગરપાલીકા તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ પ્રદર્શન મેદાનમાં તેમજ રંગમતિ નદીના કાંઠે શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે.
જે અંગેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, રૃા. ત્રણ કોરડ જેવી આવક થઈ ગઈ... અને પ્રદર્શન મેદાનમાં મેળા માટે તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી... પણ આ જ મેદાનમાં એકાદ મહિનાથી ચાલી રહેલા અન્ય ખાનગી મેળાની મુદ્દત પૂર્ણ થયા પછી તેનો માલ-સામાન ત્યાંથી ઉપડે અને મેદાન ખાલી થયા પછી જ તૈયારી શરૃ થઈ શકે એમ હોવાથી ગઈકાલે સાંજ સુધી મેદાનમાં લાઈટના પણ કોઈ ઠેકાણા ન હતા. મેદાનમાં ચારે તરફ રેતી-કાંકરી નાંખી દેવાયા, પણ વોટરીંગ કે રોસીંગ કરાયું નથી જેથી અંદર ચાલવામાં અને વાહન ચાલકોને મુશ્કેલી પડે તેવી સ્થિતિ જોવા મળી હતી.
ગઈકાલે સાંજ સુધી સંબંધિત તંત્ર એનઓસી આપે અને તે એનઓસી સાથે વિજતંત્રમાં વીજ જોડાણ માટે અરજી કરાય અને ત્યાપછી વીજ જોડાણ મળે તેવી સ્થિતિમાં આજે વીજ જોડાણ માટે સવારથી દોડધામ ચાલી રહી છે.
સમગ્ર રીતે મનપાનું તંત્ર આ વખતે આયોજન કરવામાં ઉણું ઉતર્યું છે અને તેના પરિણામ સ્વરૃપે અથવા અન્ય કોઈ રાજકીય કારણોસર આજે પ્રથમ સોમવારના શ્રાવણી મેળા સાથે મેળાનું ઉદ્ઘાટન પણ મુલત્વી રાખી દેવાની મનપા તંત્રને ફરજ પડી છે.
ગઈકાલે સાંજે ઈ-નિમંત્રણથી મેળાના ઉદ્ઘાટનના કાર્ડ ફરતા થયા હતા અને માત્ર બે કલાક પછી તરત જ મનપા તંત્રએ જ અનિવાર્ય સંજોગોના કારણે ઉદ્ઘાટન મુલત્વી રાખવામાં આવ્યું છે તેની જાણ કરવી પડી હતી.
હવે ઉદ્ઘાટન કયારે થશે તેની રાહ જોવાની અને ત્યાર પછી મેળા શરૃ થાય છે કે ઉદ્ઘાટન થયા વગર જ મેળો શરૃ થઈ જાય છે તે જોવાનું રહ્યું ?
આમેય મેળાનું ઉદ્ઘાટન થયા પછી પણ જન્માષ્ટમીના મેળાનું કદાચ વળી પાછું ઉદ્ઘાટન પણ થાય તો નવાઈ પામવા જેવું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial