Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક રાજ્યોમાં યલો, કેટલાક સ્થળે ઓરેન્જ એલર્ટ
નવી દિલ્હી તા. ર૧ઃ મધ્ય અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ અપાયા છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી સાથે ભૂસ્ખલનની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગના અપડેટ મુજબ મંગળવાર, રર ઓગસ્ટ અને બુધવાર, ર૩ ઓગસ્ટે ભારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવના છે. સોમવાર, ર૧ ઓગસ્ટના દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
ઉત્તરાખંડમાં વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે સોમવાર, ર૧ ઓગસ્ટ માટે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે, અને ભૂસ્ખલનની સંભાવના જણાવાઈ રહી છે.
યુપીમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ ર૦ ઓગસ્ટે રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે લોકોને દિવસભર ભેજવાળી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. હરિયાણામાં પણ ચોમાસાનો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રર ઓગસ્ટ સુધી વરસાદની પ્રક્રિયા ચાલુ રહેવાની છે.
મધ્યપ્રદેશમાં પણ વરસાદની પ્રક્રિયા ચાલુ છે. ર૦ ઓગસ્ટ, રવિવારના રાજ્યમાં વરસાદની શરૃઆત થઈ છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આઈએમડી અનુસાર રાજ્યમાં રર ઓગસ્ટ સુધી ભારે વરસાદનો સમયગાળો રહેશે. આ સાથે ગ્વાલિયર સહિત ઝોનના અન્ય જિલ્લાઓમાં રર ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. રાજ્યના જોધપુર, બિકાનેર, ઝાલાવાડ, પાલી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.
તેલંગાણા, મરાઠાવાડા, સિક્કિમ, અરૃણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટિય આંધ્રપ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ અને અરૃણાચલમાં પણ વરસાદની આગાહી ર૧ થી ર૪ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial