Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧૪: જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. પ૦ લાખના ખર્ચે ગઈકાલથી પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ થયો છે. અલગ-અલગ નવ ભાગ પાડીને કામગીરી કરવામાં આવી રહી છે.
ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો ભરાવો થાય નહીં તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે.
જામનગરમાં ગઈકાલથી મહાનગરપાલિકા દ્વારા રૂ. પ૦ લાખના ખર્ચથી પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
લાલપુર માર્ગે વરસાદી પાણી લાવતી કેનાલની સફાઈ ઉપરાંત સુમેરક્લબ માર્ગથી પસાર થતી કેનાલ, સોનલનગર પાછળ કેવડી નદીવાળી કેનાલ, ગુલાબનગર-વિભાપર માર્ગની કેનાલ, સ્વામિનારાયણ માર્ગની કેનાલ વગેરેની સફાઈ કરવામાં આવશે. ઉપરાંત વોકળા સહિતની સફાઈ કરવામાં આવશે. આ કામગીરી ચોમાસાની સિઝન શરૃ થતા પહેલા પૂર્ણ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial