Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમ પોલીસે કરી લીધી ધરપકડઃ
જામનગર તા. ૧૪: જામનગરના સચાણા ગામના એક શખ્સે વિવાદિત વીડિયો ગઈકાલે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી વાયરલ કરતા તાત્કાલિક હરકતમાં આવેલી સાયબર ક્રાઈમ પોલીસે આ શખ્સને શોધી કાઢ્યો છે અને ગુન્હો નોંધી ધરપકડ કરી છે.
હાલની સંવેદનશીલ ૫રિસ્થિતિ વચ્ચે નાગરિકોને સંયમ રાખવા અને અફવા ફેલાય કે રોષ પ્રસરે તેવી વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા તંત્ર દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવી રહી છે અને જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા આ પ્રકારના કૃત્ય આચરતા તત્ત્વોને પકડી પાડવા સૂચના અપાઈ છે.
તે અંતર્ગત સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા સોશિયલ મીડિયા પર બાજનજર રખાઈ રહી છે. તેમાં ગઈકાલે ઈન્સ્ટાગ્રામ પર એક શખ્સ દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો અને અન્ય વિરોધ પ્રદર્શન કરતો વીડિયો મૂકવામાં આવ્યો હતો.
તે વીડિયો અંગે તપાસ કરાતા જામનગર તાલુકાના સચાણા ગામનો નાઝીમ ઉર્ફે લાઝીમ અજીઝ ગજીયા નામના શખ્સે ભારતની અખંડિતતા, સાર્વભૌમત્વ એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતો વીડિયો વાયરલ કરનાર આ શખ્સની બીએનએસની કલમ ૧૯૭ (૧) (ડી) હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial