Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર દરમિયાન પ્રૌઢે લીધા અંતિમ શ્વાસઃ
જામનગર તા. ૧૪: જામનગરના મુંગણી ગામના એક યુવાને સંબંધમાં રહેલી યુવતી પાસેથી સોનાનો ત્રણ તોલાનો હાર લઈ તેના પર લોન આપી હતી. આ યુવતીના પરિવારના એક વ્યક્તિએ રૂ.૩૦ હજાર બાકી રાખી બાકીની રકમ ચૂકવી હતી. ત્યારપછી ખાર રાખી આ યુવાનના પિતા પર ગઈરાત્રે ચાર શખ્સે છરીથી હુમલો કરી દસેક ઘા ઝીંકી દેતા ચકચાર જાગી છે.
જામનગર તાલુકાના મુંગણીમાં રહેતા રાજેન્દ્રસિંહ કેર નામના પ્રૌઢ રવિવારે રાત્રે પોતાના ઘરના ફળીયામાં સૂતા હતા ત્યારે ચંગા ગામનો મહેન્દ્રસિંહ પીંગળ અને ત્રણ અજાણ્યા શખ્સ આવ્યા હતા. આ શખ્સોએ રાજેન્દ્રસિંહને મારી નાખવાના ઈરાદાથી તેમના પર છરીથી હુમલો કરી દસેક જેટલા ઘા ઝીંકી દીધા હતા. અચાનક થયેલા હુમલાથી હેબતાયેલા રાજેન્દ્રસિંહે બુમ પાડતા હુમલાખોરો નાસી ગયા હતા. લોહીલુહાણ બની ગયેલા આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
હત્યામાં પલટાયેલા આ બનાવની તેમના પુત્ર બલીયા ઉર્ફે બલરાજસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યા મુજબ મહેન્દ્રસિંહના પરિવારની એક યુવતી સાથે બલરાજસિંહને સંબંધ હોવાથી તે યુવતીએ ત્રણ તોલાનો સોનાનો હાર આપી બલરાજસિંહ પાસેથી લોન લીધી હતી. તેની જાણ મહેન્દ્રસિંહને થતા તેણે હાર છોડાવવા બલરાજસિંહને પૈસા ચૂકવ્યા હતા અને રૂ.૩૦ હજાર તેમાં બાકી રાખ્યા હતા. આ બાબતનો ખાર રાખી આ શખ્સોએ બલરાજસિંહના પિતાની હત્યા કરવાના ઈરાદે ઉપરોક્ત હુમલો કર્યાે હતો.
સારવારમાં રહેલા રાજેન્દ્રસિંહનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હુમલા ખોરોની શોધ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial