Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીજીએમઓ કક્ષાએ વાતચીત પછી પાક.સેનાએ પરત સોંપતા
નવી દિલ્હી તા. ૧૪: ભારતના પ્રહારથી કંપી ઉઠેલા પાકિસ્તાને બીએસએફ જવાન પૂર્ણમકુમારને ડીજીએમઓ સ્તરની વાતચીત પછી મુકત કરતા તેઓ ૨૦ દિવસ પછી અટારી-વાઘા બોર્ડરથી પરત ફર્યા છે. ભારતે પણ આ સમયગાળામાં ભારતીય સરહદમાંથી પકડેલા એક જવાનને છોડયો હોવાનું કહેવાય છે.
પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શોને મુક્ત કર્યા છે. કોન્સ્ટેબલ પૂર્ણમ બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે અટારી-વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા છે.
ડીજીએમઓ સ્તરે થયેલી વાતચીતના ૨૦ દિવસ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. તેમને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. અને જરૃરી પૂછપરછ પછી તેને ઘરે જવા દેવામાં આવશે.
બીએસએફએ એક પ્રેસ રિલીઝ દ્વારા કોન્સ્ટેબલ પૂર્ણમના ભારત પરત ફરવાની માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્ણમ શો ૨૩ એપ્રિલના ફિરોઝપુર સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન આકસ્મિક રીતે પાકિસ્તાન ગયા હતા. આ પછી તેમને પાકિસ્તાન રેન્જર્સે કસ્ટડીમાં લઈ લીધા હતાં.
તા. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા દિવસે, પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શોના બે ફોટા જાહેર કર્યા હતા. પહેલા ફોટામાં, પૂર્ણમ એક ઝાડ નીચે ઉભા હતા. તેમની રાઇફલ, પાણીની બોટલ અને બેગ જમીન પર પડેલા હતા. બીજા ફોટામાં, સૈનિકની આંખો પર પટ્ટી બાંધેલી હતી.
જવાન શો મૂળ પશ્ચિમ બંગાળના હુગલીના રિસડા ગામના વતની છે. ૨૩ એપ્રિલના તેઓ ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સાથે ફરજ બજાવી રહૃાા હતા. અને ખેડૂતો સાથે હતા. તે દરમિયાન તેઓ ભૂલથી પાકિસ્તાની સરહદમાં એક ઝાડ નીચે બેસી ગયા હતાં. જ્યાંથી પાકિસ્તાની રેન્જર્સ તેમને પકડીને પોતાની સાથે લઈ ગયા હતાં.
પૂર્ણમકુમારના પત્ની રજનીને આશા હતી કે, ડીજીએમઓની વાતચીતમાં પૂર્ણમ કુમારનો મુદ્દો ઉઠાવવામાં આવશે, તેણે જણાવ્યું કે, ભારતીય સેનાએ ૩ મેના રોજ એક પાકિસ્તાની સેનાના જવાનની રાજસ્થાનમાંથી અટકાયત કરી હતી, ત્યારે લાગ્યું હતું કે, કદાચ મારા પતિને મુકત કરાશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ફોન કરી સંભવિત તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. અંતે આજે તેઓ પરત ફરતા ખુશી છવાઈ ગઈ છે.
બીએસએફ સૈનિકના બદલામાં ભારતે પાકિસ્તાની સૈનિક મુહમ્મદ અલ્લાહને પણ મુકત કર્યો છે. મુહમ્મદ અલ્લાહ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો. પાકિસ્તાની મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, ભારત તરફથી હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial