Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાકિસ્તાનને સાથ આપતા દેશો સામે દેશવાસીઓ આક્રોશમાં:
નવી દિલ્હી તા. ૧૪: ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ખુલ્લો સહયોગ આપનાર તુર્કીયે અને ચીન સામે ભારતના લોકો આક્રોશમાં છે, અને સરકારે કેટલાક એક્સ એકાઉન્ટ બંધ કર્યા છે.
ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો તથા સહયોગ આપનાર ચીન અને તુર્કીયે સામે ભારતના દેશવાસીઓ આક્રોશમાં છે અને બહિષ્કાર કર્યો છે, તો સરકારે પણ બન્ને દેશોના એક્સ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો છે.
ભારત સરકારે ચીનના ગ્લોબલ ટાઈમ્સ અને સિન્હુઆ તથા તુર્કીયેના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેતા તે ભારતમાં દેખાશે નહીં.
પાકિસ્તાનને સાથ આપનાર ગદાર તુર્કીનો 'ટકો' તોડી નાખવા ભારતીયો મક્કમ છે અને તેની વસ્તુઓ નહિં ખરીદવા-પ્રવાસ નહિં કરવા નિર્ધાર કર્યો છે. તુર્કીને 'કંગાળ' કરી દેવા સ્વયંભૂ ઝુંબેશ શરૃ થઈ છે. પૂણેના વેપારીઓ તુર્કીના સફરજન નહિં મંગાવે અને ઉદયપુરના વેપારીઓ માર્બલ નહીં મંગાવે. હવે ભારતીયો તેમની કમાણીનો એક પૈસો પણ આ છેતરપિંડી કરનાર પર ખર્ચવા માગતા નથી. તેનું રણશિંગુ ફૂંકાયું છે. ટર્કિશ સફરજનનો વ્યવસાય સામાન્ય રીતે એક સિઝનમાં રૂ. ૧,૦૦૦ કરોડથી રૂ. ૧,ર૦૦ કરોડ સુધીનો હોય છે.
આ સાથે જ સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થયો છે. આમાં તુર્કીયે ભારતીય પ્રવાસીઓને તેમની યાત્રા રદ ન કરવાની અપીલ કરી છે, પરંતુ તુર્કીયે જે રીતે બેશરમીથી પાકિસ્તાનને ટેકો આપ્યો તે પછી ભારતમાં લોકો ખૂબ ગુસ્સે છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઈઝ માય ટ્રીપ અને કોક્સ એન્ડ કીંગ્સ જેવી ઘણી ટ્રાવેલ એજન્સીઓએ પણ તુર્કી અને અઝરબૈજાનના ટ્રાવેલ પેકેજો રદ્ કર્યા છે.
આ પગલું વ્યાપક રાષ્ટ્રવાદી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આયાત કરતા સ્થાનિક ઉત્પાદનોને વધુ મહત્ત્વ આપવાની જરૃરી છે. સ્થાનિક ફળ વેપારીઓના મતે ટર્કિશ સફરજનની માંગ લગભગ પ૦ ટકા ઘટી ગઈ છે. પૂણેના રહેવાસીઓએ પણ આ બહિષ્કારને ટેકો આપ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એશિયાના સૌથી મોટા માર્બલ ટ્રેડિંગ સેન્ટર તરીકે જાણીતા ઉદયપુરના વેપારીઓએ તુર્કીયેથી માર્બલની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. આનું કારણ તુર્કીનું પાકિસ્તાનને સમર્થન છે. ઉદયપુર માર્બલ પ્રોસેસર્સ કમિટીના પ્રમુખ કપિલ સુરાનાએ જણાવ્યું હતું કે, સમિતિના તમામ સભ્યોએ સર્વાનુમત્તે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તુર્કી પાકિસ્તાનને ટેકો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેની સાથે વેપાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ભારતમાં આયાત થતા કુલ માર્બલમાંથી લગભગ ૭૦ ટકા તુર્કીથી આવે છે, પરંતુ હવે આ આયાત બંધ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial