Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ ટ્રેને ફેકી દેવાયાનું પોલીસનું પ્રાથમિક તારણઃ
જામનગર તા. ૧૪: જામનગરના ગુલાબનગર નજીક આવેલા રેલવેના ઓવર બ્રિજ પાસેથી આજે સવારે એક યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો છે. આ યુવાનને ચાલુ ટ્રેને માર મારી ફેકી દેવાયાનું તારણ કાઢવામાં આવ્યું છે. રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલા રેલવે ઓવર બ્રિજ નીચે રેલવેના ૫ાટા પાસેથી આજે સવારે એક અજાણ્યા યુવાન અર્ધનગ્ન હાલતમાં જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પોલીસ ટીમ દોડી હતી અને તેની સાથે જ બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને રેલવે પોલીસનો કાફલો પણ ધસી ગયો હતો.
સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા મૃતક કમરની નીચેના ભાગેથી નગ્ન હાલતમાં જોવા મળ્યા હતા. તેઓનું કાળા રંગનું પેન્ટ મૃતદેહ બાજુમાં પડેલુ હતું. જ્યારે શરીરના કમરથી ઉપરના ભાગમાં જાંબલી રંગનો શર્ટ ધારણ કરેલો જોવા મળ્યો હતો અને મૃતદેહના નાકમાંથી લોહી અને શરીરમાં કેટલાક ભાગમાં ઉઝરડાના નિશાન જોવા મળતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યા પછી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે હતો. જેમાં રેલવે પોલીસની હદમાં આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે.
રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ વેગડા તથા સ્ટાફના દેવાયતભાઈ સહિતના પોલીસ કાફલાએ તપાસ શરૃ કરી છે જેમાં ખૂલ્યા મુજબ મૃતકને માર મારી કોઈ ટ્રેનમાંથી ફેકી દેવાયાનું તારણ મળવા પામ્યું છે. મૃતકનું નામ હીતેશ હોવાનું જાણવા મળી રહ્યું છે. રેલવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial