Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના બીજા દલિત સીજેઆઈઃ ૭ મહિનાનો કાર્યકાળ
નવી દિલ્હી તા. ૧૪: ભારતના પર મા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બી.આર. ગવઈને રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા છે. તેઓ દેશના બીજા દલિત ચીફ જસ્ટિસ બન્યા છે. તોઓનો ૭ મહિનાનો કાર્યકાળ છે.
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે ભારતના પર મા ચીફ જસ્ટિસ પદના શપથ લીધા. વર્તમાન સીજેઆઈ સંજીવ ખન્નાનો કાર્યકાળ ૧૩ મે ના સમાપ્ત થયો હતો.
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને પદના શપથ લેવડાવ્યા હતાં. સીજેઆઈ ખન્ના પછી જસ્ટિસ ગવઈનું નામ સિનિયોરિટી લિસ્ટમાં હતું. એટલા માટે જસ્ટિસ ખન્નાએ તેમનું નામ આગળ મૂક્યું, જો કે તેમનો કાર્યકાળ ફક્ત ૭ મહિનાનો છે.
સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પરની તેમની પ્રોફાઈલ મુજબ જસ્ટિસ ગવઈને ર૪ મે ર૦૧૯ ના સુપ્રિમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમની નિવૃત્તિની તારીખ ર૩ નવેમ્બર ર૦રપ છે.
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણાં કેન્દ્રિય મંત્રી પણ હાજર રહ્યા હતાં.
જસ્ટિસ ગવઈનો જન્મ ર૪ નવેમ્બર ૧૯૬૦ ના મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમણે ૧૯૮પ માં પોતાની કાનૂની કારકિર્દી શરૃ કરી હતી. ૧૯૮૭ માં બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૃ કરી હતી. અગાઉ તેમણે ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના પીપી સ્વર્ગસ્થ રાજા એસ. ભોંસલે સાથે કામ કર્યું હતું.
વર્ષ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ઓગસ્ટ ૧૯૯ર થી જુલાઈ ૧૯૯૩ સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત થયા. ૧૪ નવેમ્બર ર૦૦૩ ના બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી મળી. ૧ર નવેમ્બર ર૦૦પ ના તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી જજ બન્યા.
જસ્ટિસ ગવઈ દેશના બીજા દલિત સીજેઆઈ બનશે. તેમના પહેલા જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણન ભારતના ચીફ જસ્ટિસ બન્યા હતાં. જસ્ટિસ બાલકૃષ્ણન ર૦૦૭ માં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતાં.
સુપ્રિમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈ અનેક ઐતિહાસિક ચૂકાદાઓમાં સામેલ રહ્યા છે. એમાં મોદી સરકારના ર૦૧૬ ના નોટબંધીના નિર્ણયને સમર્થન આપવું અને ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરવાનો સમાવેશ થાય છે.
સિનિયોરિટી લિસ્ટમાં જસ્ટિસ ગવઈ પછી જસ્ટિસ સૂર્યકાંતનો નંબર આવે છે. એવી શક્યતા છે કે તેમને પ૩ મા ચીફ જસ્ટિસ બનાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial