Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં વેપારીને ધમકાવનાર બે શખ્સના ૫ાક. કનેક્શનનો પર્દાફાશ

પાક. માટે કંઈ ન બોલવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ પછી મોબાઈલે ભાંડો ફોડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ભાણવડના ભેનકવડ ગામના એક વેપારીને બે શખ્સે પાકિસ્તાન માટે કાંઈ ન બોલવાની સુચના આપી વાત કરવા માટે બોલાવ્યા પછી ગાળો ભાંડી ધમકી આપી હતી. આ શખ્સોની પોલીસે અટકાયત કરી મોબાઈલ ચકાસતા આ શખ્સોના પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ થયો છે. જ્યારે રૃપેણ બંદર પર બે જૂથ વચ્ચે મારામારી થઈ છે અને વરવાળામાં ઉર્ષના મેળામાં રાઈડમાં બેસવાના પ્રશ્ને પાંચ શખ્સે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામની સીમમાં રહેતા અને ભાણવડ શહેરમાં રણજીત પરા વિસ્તારમાં દુકાન ચલાવતા મુકેશભાઈ રણમલભાઈ ખીંટ નામના વેપારી ગઈ તા.૯ની બપોરે પોતાની દુકાને હતા ત્યારે મોબાઈલમાં રીલ જોતા હતા. આ વેળાએ મોબાઈલમાં  ભારત-પાકિસ્તાનના યુદ્ધનો વીડિયો આવતા તેઓની દુકાનમાં જ કામ કરતા નુરમામદ હિંગોરા નામના શખ્સે પાકિસ્તાન વિરૃદ્ધ કાંઈ બોલતો નહીં તેમ કહી બોલાચાલી કર્યા પછી સોમવારે વાત કરવા માટે મુકેશભાઈને ભાણવડમાં ગૌ શાળા પાસે પાનની દુકાને બોલાવ્યા હતા.

ત્યાં અગાઉથી હાજર નુરમામદ તથા હુસેન સુમાર હિંગોરા નામના શખ્સોએ પાક. માટે કાંંઈ બોલીશ તો પતાવી દઈશું તેમ કહી ધમકી આપી ગાળો ભાંડી હતી. મુકેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને આરોપીની પોલીસે તપાસ દરમિયાન અટકાયત કરી લઈ બંનેના મોબાઈલ ચેક કરતા આ શખ્સો પાકિસ્તાનના કેટલાક શખ્સો સાથે અલગ અલગ સોશિયલ મીડિયા એપથી સંપર્કમાં હોવાનું જણાઈ આવતા પીઆઈ કે.વી. રાજવી, પીએસઆઈ પી.જે. ખાંટ, એન.એન. વાળા, પી.એમ. ગોળફાડ સહિતના સ્ટાફે આ શખ્સોની સઘન પૂછપરછ શરૃ કરી છે.

ઓખામંડળના રૃપેણ બંદર પર રહેતા અબ્દુલ ઈબ્રાહીમ લુચાણી નામના પ્રૌઢના ભત્રીજા સુલેમાને પોતાની ગાડી જુસબ હાસમ લુચાણીના ઘર પાસે રાખ્યા પછી જુસબ હાસમ, ફકીરા હાસમ, કાદર હાસમ, આસીફ જુસબ નામના શખ્સોએ પાઈપ-લાકડીથી હુમલો કરી માર મારતા આમદ કાસમને ફ્રેક્ચર થયું છે.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા તેની સામે જુસબ હાસમ લુચાણીએ વળતી ફરિયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ ઘર પાસે ગાડી રાખવા પ્રશ્ને આમદ કાસમ લુચાણી, મુસા ઈબ્રાહીમ, સુલેમાન હુસેન, અબ્દુલ ઈબ્રાહીમ લુચાણીએ લાકડીથી હુમલો કરી માર માર્યાે છે અને આમદ લુચાણીને ફ્રેક્ચર કરી નાખ્યું છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામના રાજેશ કાયાભાઈ ઓડીચના કૌટુંબીક ભાઈ કુશ તથા તેના મિત્રો સોમવારે વરવાળામાં ઉર્ષમાં ગયા હતા. ત્યાં એક રાઈડમાં બેસવા બાબતે બોલાચાલી પછી ફૈઝલ તથા અનિલ ગીગલા, ભાવેશ માણેક, કમલેશ માણેક, જશરાજભા માણેક નામના પાંચ શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુ, પાઈપ, ધોકાથી હુમલો કરી રાજેશભાઈને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. પોલીસે આરોપીઓની શોધ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh