Advertisement
Author: નોબત સમાચાર

ચંદ્રગઢ-વાવબેરાજાના વાડી વિસ્તારમાં બાર લાખના ખર્ચે બિછાવાશે પાણીની પાઈપલાઈન

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કર્યું ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટલના હસ્તે ચંદ્રગઢ-વાવબેરાજા ગામના વાડી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ત્રણ કિ.મી. લાંબી પીવીસી પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થયે વાડી વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થશે.

રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંર્ધન, વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ચંદ્રગઢ-વાવબેરાજા ગામના વાડી વિસ્તારમાં રૂ. ૧ર લાખથી વધુના ખર્ચે પીવાના પાણીની પાઈપલાઈનના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રસ્તા તથા પાણીની ગ્રામજોની વારંવારની રજૂઆતોને ધ્યાને લઈ સરકારે યોગ્ય મંજૂરી આપતા આ વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમગ્ર દેશના દેરક ઘરોને નળથી જળ ઉપલબ્ધ થાય તે માટેની તેમને સાકાર કરવાનો યથાર્થ પ્રયાસ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળી રહે, સિંચાઈનું પાણી તથા પાકના પોષણક્ષમ ભાવો મળે તે મટો સરકાર સતત ચિંતિત છે અને આ દિશામાં સકારાત્મક નિર્ણયો લઈ પૂરતા પ્રયત્નો કરી રહી છે. ખેડૂતને પોતાની જણસનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના પૂરતા ભાવો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને સમયસર તેની ખરીદી કરી ખેડૂતોને કોઈપણ જાતનું આર્થિક નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર તાલુકા હેઠળના વાવબેરાજા ગામની મોટાભાગની વસતી આસપાસના વાડી વિસ્તારોમાં રહે છે. આથી આ ગ્રામજનોને પીવાના પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સસોઈ જૂથ યોજનાના ચંદ્રગઢથી વાડી વિસ્તારમાં બનાવવામાં આવેલ પ૦ હજાર લીટર ક્ષમતાના હૈયાત સંપ સુધી ૯૦ મી.મી. વ્યાસની અંદાજિત ત્રણ કિ.મી.ની પીવીસી પાઈપલાઈન તથા પંપિંગ મશીનરીના કામ માટે રૂ. ૧ર,૯૪,૬૮૦ ની સરકાર દ્વારા મંજૂરી મળેલ છે. જે કામગીરીની અમલવારી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયેથી વાવબેરાજા ગામની આસપાસના વાડી વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થશે.

આ પ્રસંગે હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, આગેવાન ડો. વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા સહિત ગામના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh