Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ સ્થળોએ
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૬-૦૫-૨૦૨૫ને *રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. ઉજવણીરૃપે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ અને નિવારણ માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમોની રચના કરી ઝુંબેશ સ્વરૃપે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.
ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા વગેરે વાહકજન્ય રોગો મચ્છરો દ્વારા ફેલાતા હોય છે આથી જુદા જુદા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અને નિવારણ કામગીરીના સર્વેલન્સ દરમ્યાન મચ્છરના ઉદગમસ્થાન એવા પાણીના પાત્રોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવશે. વધુમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના કુવારા, ફ્રીઝ / એસી / કુલરની ટ્રે, ફૂલઝાડના કુંડા, પક્ષીઓના પીવાના પાણીના કુંડા, અગાસી, છતમાં ભરાતા પાણી અને બંધીયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીના સ્થળોએ એબેટના દ્રાવણ તેમજ બી.ટી.આઈ દ્રાવણનો ઉપયોગ કરી મચ્છરોની ઉત્પત્તિ અટકાવવામાં આવશે. જિલ્લાના નાના-મોટા જળાશયોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકી પોરાઓનો નાશ કરી મચ્છરોના જીવનચક્ર નિયંત્રિત કરીને જૈવિક રીતે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવામાં આવશે. *ડેન્ગ્યુ દિવસ* તેમજ વાહક જન્યરોગ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.
આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીની દેખરેખમાં ઝુંબેશ સ્વરૃપે હાથ ધરવામાં આવનાર છે, જેમાં આરોગ્ય કર્મચારીઓને યોગ્ય સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial