Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણીઃ સન્માન સભાનું આયોજન

રક્ષાબેન બાળિયા અને હસમુખભાઈ હિંડોચાએ વક્તવ્યો પ્રસ્તુત કર્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લા ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે સન્માન સભા યોજાઈ હતી, જેમાં બૌદ્ધિકો, ડોક્ટર, વકીલ, શિક્ષકો સહિત પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

તા. ર૦ એપ્રિલના જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનમાં જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીના અધ્યક્ષસ્થાને બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ભાનુભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જિલ્લાના પૂર્વ પ્રમુશ્રીઓ ડો. પી.બી. વસોયા, ચંદ્રેશભાઈ પટેલ, રમેશભાઈ મુંગરા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, દરેક મંડળના હોદ્દેદારો, કાર્યકરો, પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટરો, વકીલો, શિક્ષકો સહિત જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા,, અગ્રણી દિલીપભાઈ ભોજાણી, જિલ્લાના હોદ્દેદારો, સેલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ગોવા શીપીંગ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા અને રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બાળિયાએ ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન અને કાર્યો વિશે વક્તવ્યો રજૂ કર્યા હતાં.

જિલ્લા સંગઠન પ્રભારી ભાનુભાઈ મહેતા અને જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીએ ડો. બાબાસાહેબે આપેલ સૂત્ર 'શિક્ષિત બનો, સંગઠીત બનો' આજે પણ ઉપકૃત હોવાનું પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું.

સન્માન સભાના ઈન્ચાર્જો નાથાભાઈ વારસાકિયા, હિરજીભાઈ ચાવડા તથા ભૂમિતભાઈ ડોબરિયાએ સમગ્ર કાર્યક્રમના ઈન્ચાર્જો અભિષેકભાઈ પટવા, કુમારપાલસિંહ રાણા તથા ભવાનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમ જિલ્લા મીડિયા સેલ કન્વિનર નરેન્દ્રસિંહ પરમારએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh