Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-ભુજ-અમદાવાદમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થવાની સંભાવનાઃ ૧૬ જિલ્લામાં માવઠાની આગાહી

આંદામાનમાં પાંચ દિ' વહેલું પહોંચેલુ ચોમાસું ૨૭મીના કેરળમાં પ્રવેશસેઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૪: ગુજરાતમાં આજે ૧૬ જિલ્લામાં છૂટછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તદ્પરાંત રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થવાની શકયતા જણાવાઈ છે, અને બે દિવસ માવઠાંની અસર જોવા મળશે, તેવું અનુમાન કરાયું છે.

હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં છુટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીની સાથે આજથી અમદાવાદ, રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચવાની શકયતા છે.

હવામાન વિભાગના મતે આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થશે. આજે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૃચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે.

ગુજરાતવાસીઓને હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આજથી જ અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે.

 ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી હતી. ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદે પોરો ખાધો હોય તેવું જણાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ફરી કરેલી આગાહી મુજબ આજે ૧૬ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.

હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે કે આજે ૨૦૨૫ની ૧૩ મે એ નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન-નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. સામાન્ય રીતે કુદરતી ચક્ર મુજબ નૈઋત્યનું ચોમાસું દર વર્ષે ૧૮-૨૨-મે દરમિયાન આંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જો કે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી ૨૦૨૫નું નૈઋત્યનું ચોમાસું તેની કુદરતી પરંપરા કરતાં પાંચેક દિવસ વહેલાં આંદામાન-નિકોબારમાં આવી પહોંચ્યું છે. અને બધાં કુદરતી પરિબળો આ જ રીતે સાનુકુળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળમાં આગમન ૨૦૨૫ની ૨૭, મે એ થવાની પૂરી શકયતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh