Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગરના સાંઢીયા પુલ પાસે ખાનગી બસની ઠોકરે ચઢી જતાં છકડાચાલકનું મૃત્યુ

પ્રૌઢને બાઈકે ટક્કર મારતા ગોળો ભાંગી ગયોઃ

જામનગર તા.૧૭ : જામનગરના ગુલાબનગર નજીકના સાંઢીયા પુલ પાસે શનિવારે બપોરે એક છકડાને ખાનગી બસે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં છકડાચાલક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. હરીયા કોલેજ પાસે ઘાસચારાના વાડા પાસે એક પ્રૌઢને બાઈકે ઠોકર મારી ગોળો ભાંગી નાખ્યો છે.

જામનગરના રાજપાર્ક વિસ્તારની શેરી નં.રમાં રહેતા છગનભાઈ વારા નામના પ્રૌઢ શનિવારે બપોરે જામનગરથી હાપા તરફના રોડ પર જવા માટે નીકળ્યા હતા તેઓ જ્યારે જીજે-૧૦-યુ ૭૧૮૧ નંબરનો છકડો લઈને ગુલાબનગર નજીકના સાંઢીયા પુલ પાસે પહોંચ્યા ત્યારે એમપી-૪૪-ઝેડ ૭૨૭૧ નંબરની એક બસ પુરઝડપે ધસી આવી હતી.

આ બસના ચાલકે છગનભાઈ વારાના છકડાને ઠોકર મારી દેતા તેના પરથી ફંગોળાઈને રોડ પર પછડાયેલા છગનભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર રોહિતભાઈ છગનભાઈ વારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મધ્યપ્રદેશના પાર્સિંગની બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં રહેતા બટુકભાઈ પ્રાગદાસ રામાવત નામના પ્રૌઢ ગયા સોમવારે સાંજે હરીયા કોલેજ નજીક ઘાસચારાના વાડા પાસે ઉભા હતા. આ વેળાએ જીજે-૧૦-બીએન ૭૬૬૮ નંબરનું બાઈક ફૂલસ્પીડમાં ધસી આવ્યું હતું. તેના ચાલક મયંકભાઈ રમેશભાઈ કપુરીયાએ ઠોકર મારી બટુકભાઈને પછાડતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ પ્રૌઢને સારવારમાં ખસેડાયા છે. તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh