Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેલ્મેટ પહેરવાથી થતી મુશ્કેલીઓ અંગે સોશ્યલ મીડિયામાં મેસેજનો પ્રવાહ
જામનગર તા. ૧૭: ગુજરાતમાં ટુ-વ્હીલર વાહન ચાલકો માટે ફરજીયાત હેલ્મેટના નિયમની અમલવારી સમયે ઉગ્ર અને વ્યાપકરિવરોધ વંટોળ ઉઠવા પામ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા મુખ્યમંત્રી તથા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને શહેરી વિસ્તરોમાં આ નિયમની અમલવારી નહીં કરવાના મેસેજ સોશ્યલ મિડીયામાં એક ઝુંબેશ સ્વરૂપે વાયરલ થઈ રહ્યા છે.
કારમાં ફરવાવાળાઓને હેલ્મેટના ત્રાસનો ખ્યાલ કેવી રીતે આવે... ? તેવા પ્રશ્ન સાથે હેલ્મેટના કારણે પડતી મુશ્કેલીઓ રજુ કરવામાં આવી છે. હેલ્મેટના લીધે માથા અને ડોકની મૂવમેન્ટ ઓછી થાય છે અને તેથી સાઈડમાંથી આવતા વાહન દેખાતા નથી. તેથી અકસ્માત થવાની શકયતા વધારે રહે છે.
હેલ્મેટ વારંવાર પહેરવાથી અને તેને ધોવતીના હોવાથી શ્વાસ, દમ, ખાંસી અને ચામડીના રોગ થવાની ખૂબ જ શકયતાઓ રહેલી છે. હેલ્મેટ સાચવવી ખૂબ અઘરી છે અને એના લીધે હાથમાં બીજો સમાન ઊંચકી શકાતો નથી એટલે વ્યકિત લાચાર બની જાય છે. હેલ્મેટ પહેર્યા પછી પણ અકસ્માતમાં જીવ બચશે એની કોઈ ખાત્રી નથી.
બજારમાં એકદમ ચાલુ ટોપી પ્રકારની અને તકલાદી અને આઈએસઆઈના નામે ડુપ્લીકેટ હેલ્મેટ મળે છે તેથી હેલ્મેટ પહેરો કે ના પહેરો સરખું જ છે. હેલ્મેટ પહેર્યા વગર કેટલા લોકો માર્યા ગયા અને હેલ્મેટ પહેર્યા પછી કેટલાના જીવ બચ્યા તેના કોઈ વૈજ્ઞાનિક કે સંતોષકારક પુરાવા નથી તો આટલો બધો હેલ્મેટનો આગ્રહ કેમ ?
હેલ્મેટ પહેર્યા વગર ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હજારો રૂપિયાનો દંડ લોકોને ઊભા રાખીને અને સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવે છે જે લોકોને મોંઘવારીમાં મારી નાખે છે.
આવા મેસેજમાં અમે હેલ્મેટ પહેરવાનો ઈન્કાર પણ નથી કરતા એવું જણાવી સરકાર પાસે અમે હેલ્મેટ જરૂર પહેરવુ પણ સરકાર ટુ-વ્હીલર વાહનચાલકોને મળવાપાત્ર તમામ સુચારૂ સુવિધા પૂરી પાડે...
જેમાં ખાડા વગરના રસ્તા આપો, રાહદારીઓ માટે ફૂટપાથ આપો, ચાર રસ્તા કે મુખ્ય પોઈન્ટ પર તેમજ વ્યસ્ત ટ્રાફિકવાળા માર્ગો પર પૂરતો ટ્રાફિક બંદોબસ્ત અને નિયમનની વ્યવસ્થા ગોઠવો, ટ્રાફિક સિગ્નલો ચાલુ કરાવો, રસ્તા પરના દબાણો દૂર કરાવો, પાર્કિંગ માટે યોગ્ય જગ્યા આપો, હેલ્મેટ સાચવવા ફ્રી લોકરના સ્ટેન્ડ બનાવો, લાયસન્સ આપવાની પ્રક્રિયા કડક, ચોકકસાઈવાળી તથા અસરકારક બનાવો, બેફામ દોડતા નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરો અને આ બધુ આપો ત્યાં સુધી શહેરી વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગ પર હેલ્મેટના નિયમનની અમલવારી બંધ કરાવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial