Advertisement
Author: નોબત સમાચાર

નાળિયેરીવાળી જમીન અંગે કરાયેલા દાવામાં મનાઈહુકમની માગણી થઈ રદ્દ

એક આસામીએ જામ્યુકો સામે કર્યાે છે દાવોઃ

જામનગર તા.૧૭ : જામનગરના ઢીંચડામાં આવેલી એક જમીન કલેક્ટરના હુકમથી ખાલસા કરવામાં આવ્યા પછી એક આસામીએ જામ્યુકો સામે કોર્ટમાં દાવો કરી વચગાળાના મનાઈહુકમની માગણી કરી હતી. તેની સામે થયેલી દલીલો સ્વીકારી અદાલતે મનાઈહુકમ માંગતી અરજી રદ્દ કરી છે.

જામનગરના પંકજ બાબુલાલ જોષી નામના આસામીએ સરકાર તેમજ જામ્યુકો સામે અદાલતમાં દાવો કરી જણાવ્યું હતું કે, ઢીંચડા ગામમાં એક જગ્યા તેમના પિતા બાબુલાલ સવજીને નાળિયેરી વાવેતર માટે ફાળવવામાં આવી છે. તે જગ્યા સરકાર જામ્યુકોને આપી ન શકે.

ઉપરોક્ત દાવામાં વચ ગાળાના મનાઈહુકમની માગણી પણ કરાઈ હતી. તેની સામે જામ્યુકોના વકીલે દલીલ કરી હતી કે, તે જગ્યા નાળિયેરી વાવવા શરતો સાથે આપવામાં આવી હતી પરંતુ શરતનો ભંગ થતાં કલેક્ટરના હુકમથી તે જગ્યા ખાલસા કરવામાં આવી છે. ત્યાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામ કરવાનું છે.

આ જગ્યામાં જામ્યુકોનો કબજો પણ છે અને જામ્યુકો દ્વારા ૧૩૦,૮૦,૪૨૦ની રકમ સરકારમાં જમા કરાવી તેનો કબજો ધરાવે છે. મનાઈહુકમ આપવામાં આવે તો જામ્યુકોને નાણાકીય નુકસાન પણ થઈ શકે તેમ છે. તે દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે મનાઈહુકમની અરજી રૂ.પ હજારના ખર્ચ સાથે રદ્દ કરી છે. જામ્યુકો તરફથી વકીલ વિરલ રાચ્છ, હર્ષિલ રાબડીયા, સોનલ મહેતા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh