Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત સતત પાંચ કલાક સુધી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વ્યક્તવ્યો, દેશભક્તિ ગીત, અભિનય ગીત, નાટક, નૃત્ય, પીરામીડ, લેજીમ ડાન્સ, ડાંગી લોક નૃત્ય, ગરબાની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સતવારા સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ જેશાભાઈ કણઝારીયા, સ્મશાન સમિતિ અને રામ મંદિર સમિતિ તેમજ ગામના આગેવાન રાજાભાઈ સી. કચ્છટીયા, ગૌશાળા સમિતિના પ્રમુખ નથુભાઈ એમ. નકુમ, જીઈબીના ભોજાભાઈ જાદવ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન માલાભાઈ ભરવાડ, ગામના આગેવાન ઉકાભાઈ હડિયલ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા-પિતા, ગ્રામજનો તેમજ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
ઉપસ્થિત વ્યક્તિઓ અને જુવાનપુર કુમાર શાળા અને કન્યા શાળાના સ્ટાફ દ્વારા શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે રૂપિયા ૮૪૦૦૦ નું દાન આપવામાં આવ્યું હતું. અને ગ્રામજનો દ્વારા ખાત્રી આપવામાં આવી કે, શાળાના વિકાસ માટે દરેક ગ્રામજનો ખભેખભા મિલાવી અને કામ કરશે. કાર્યક્રમમાં જય દ્વારકાધીશ સાઉન્ડ રાણનો સાથ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે જુવાનપુર કુમાર શાળા અને કન્યા શાળાના સ્ટાફે તેમજ એસએમસી સમિતિના સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં જુવાનપુર કન્યા શાળાના આચાર્ય મનસુખભાઈ પી. પરમાર સહભાગી બન્યા હતાં. કાર્યક્રમનું સંચાલન જુવાનપુર કુમાર શાળાના આચાર્ય અને લોકસાહિત્યકાર ડો. રણમલભાઈ કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial