Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાનું અંદાજપત્રઃ
જામનગર તા. ૧૭ : જામનગર મહાનગરપાલિકાના સૂચિત અંદાજપત્રને સ્થાયી સમિતિએ સુધારા-વધારા સાથે મંજૂર કર્યું છે, જે હવે તા. ૧૯-૨-૨૫ ના યોજાનાર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર છે.
આ બજેટ અંગે મનપાના વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા એક નિવેદનમાં જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકાનું આગમી વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ જાણે વહીવટી અધિકારીશ્રી જામનગર મહાનગરપાલિકા તથા સત્તાધીશ ચોર-પોલીસ રમતા હોય, પ્રજાને ઉલ્લુ બનાવતા હોય તેવું લાગે છે. જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા રૂ. ૧૧.૮૪ કરોડના વેરા નાખાવામાં આવ્યા હતા. જો કે, સત્તાધીશોના ઈશારે જ નાખવામાં આવ્યા હતા ત્યારબાદ સ્ટે. કમિટીએ બહાદુરીપૂર્વક ખૂબ જ હર્ષ સાથે તેમાં સુધારા-વધારા પ્રજાને સારૂ દેખાય તેમ જામનગરવાસીઓ ઉપર રૂપિયા ૪.૨૫ કરોડ વેરાને મંજૂર કરીને જાણે જામનગરની જનતા ઉપર ઉપકાર કર્યો હોય તેમ જામનગરની જનતાને ઉલ્લુ બનાવેલ હોય તેવું લાગે છે. કારણ કે, પિવાના પાણીમાં રૂ. ૧૦૦ વધારો, ટાઉનહોલના ભાડામાં વધારો, ડિપોઝીટ વધારો, ભૂગર્ભ ગટરમાં રૂ. ૫૦૦/-ને બદલે રૂ. ૧૨૦૦/- તેમજ આરોગ્ય જેવી આવશ્યકમાં વધારો કરીને પ્રજાની કમર તોડી નાખશે. આ બજેટમાં નવું કોઈ નથી. મુંગેરીલાલ કે હસીને સપને જેવું છે. અગાઉ તમામ બજેટો જોવામાં આવે તો કાંઈ નવું નથી, કોઈ આયોજન નથી. ઉલ્ટાનું જામનગરની જનતા ઉપર ગબ્બરસિંઘ ટેકસ નાખીને કમર તોડી નાંખશે. જેનો વિરોધપક્ષ સખત વિરોધ કરે છે આગામી દિવસોમાં વેરા વધારા સામે લડત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial