Advertisement
Author: નોબત સમાચાર

સિટી વિસ્તારમાં હેલ્મેટના કાયદાના અમલમાં મુક્તિ આપવા રજૂઆત

પૂર્વ ધારાસભ્ય દ્વારા

જામનગર તા. ૧૭: ગુજરાતમાં ફરજિયાત હેલ્મેટના કાયદા અંગે સુરત (ઉત્તર) ના પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ગજેરાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સિટી વિસ્તારમાં હેલ્મેટના કાયદામાં મુક્તિ આપવા રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ટુ-વ્હીલર વાહનો મહદ્અંશે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ ચલાવે છે. ખાડાવાળા રસ્તા, આડેધડ સ્પીડબ્રેકરો, રસ્તા પરના દબાણો, વિગેરેના કારણે આમે ય વાહન ર૦-૩૦ ની સ્પીડે જ માંડ ચાલી શકે છે. હવે ગરમીની સિઝન શરૂ થઈ છે ત્યારે હેલ્મેટ પહેરવાથી લોકોના આરોગ્યને હાનિકારક બની શકે છે. આ સંજોગોમાં તમામ બાબતોન ધ્યાને લઈને ખાસ કરીને સિટી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટમાંથી મુક્તિ આપવા તેમણે માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh