Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીલગીરી ગોળાઈ, નાંદુરી ચોકડી પાસે ઈંગ્લીશ દારૂ ઝબ્બેઃ
જામનગર તા.૧૭ : જામનગરના લાલપુર બાયપાસ પાસે નીલગીરી ગોળાઈમાંથી એક શખ્સ દારૂની બોટલ સાથે પકડાયો છે. નાંદુરી ચોકડી નજીકથી ભોજાબેડીના શખ્સને બે બોટલ સાથે પકડી લેવાયો છે. ચંગામાં આવેલી દુકાનમાંથી ૧૦ લીટર દેશી દારૂ કબજે કરાયો છે. દુકાનદારે સપ્લાયરનું નામ આપ્યું છે.
જામનગરથી લાલપુર તરફ જવાના રોડ પર આવેલા દરેડ ગામ પાસેની નીલગીરી ગોળાઈમાંથી શનિવારે સાંજે પસાર થતાં દરેડના દ્વારકેશ દર્શન-૨ વિસ્તારમાં રહેતા જયદીપગીરી પંકજગીરી ગોસ્વામી નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી.
લાલપુર શહેરના નાંદુરી ચોકડી પાસેથી શનિવારની રાત્રે જઈ રહેલા જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના સંજય નારણભાઈ વાઘેલા નામના શખ્સને પેટ્રોલિંગ કરી રહેલા લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકી ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી.
જામનગર-લાલપુર ધોરી માર્ગ પર ચંગા ગામ પાસે વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી દરેડના મુળજીભાઈ કરશનભાઈ સગરની દુકાનમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ૧૦ લીટર દેશી દારૂ કબજે કર્યાે છે. આ શખ્સે દરેડના યુવરાજ દરબાર નામના શખ્સ પાસેથી દારૂ લીધો હોવાની કબૂલાત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial