Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મિશ્ર ઋતુ સાથે મચ્છરોનો ઉપદ્રવઃ રોગચાળો વકરવાનો ખતરો

ગંદકી-ઉકરડા હટાવી જંતુનાશક દવાનો છંટકાવ જરૂરીઃ

જામનગર તા. ૧૭: જામનગરમાં મિશ્ર ઋતુના અનુભવ સાથે મચ્છરનો ઉપદ્રવ વધતા નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે, જ્યારે તંત્ર દ્વારા ગંદકી-ઉકરડાની અદ્યતન સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ અસરકારક રીતે કરવો જોઈએ તેવી લોકમાંગણી ઊઠવા પામી છે.

જામનગરમાં છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ થોડું ઘટ્યું છે, જ્યારે ભેજનું પ્રમાણ વધવા પામ્યું છે. આમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.

સાંજ ઢળે ત્યાં જ મચ્છરોનું આક્રમણ શરૂ થઈ જાય છે. પરિણામે રાત્રે લોકો પોતાના ઘરમાં નિરાંતની ઊંઘ પણ માણી શકતા નથી.

આથી મુખ્ય રસ્તા, શેરી, મહોલ્લાની સઘન સફાઈ સાથે જંતુનાશક દવાનો છંટકાવ અસરકારક રીતે કરવાની જરૂર છે. અન્યથા મચ્છરોના ડંખથી લોકોમાં બીમારીનું પ્રમાણ વધવા પામશે, અને દવાખાના-હોસ્પિટલો દર્દીઓથી ઉભરાશે. આથી બીમારીનું પ્રમાણ વધતું અટકાવવા સત્વરે સઘન સફાઈ સાથે જંતુનાશક દવાના છંટકાવ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લોકમાંગણી ઊઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh