Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોંધાયેલા ૯૯.૯૧% ખેડૂતોને આવરી લઈને
ખંભાળિયા તા. ૧૭: મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખંભાળિયા કેન્દ્ર સમગ્ર રાજયમાં મોખરે રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અન્ય સ્થળો કરતા આઠ દશ દિવસ મોડું ટેકાના ભાવે મગફળીનું કેન્દ્ર ખુલ્યું હોવા છતાં રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરીના રેકોર્ડ રૂપે ૯૯.૯૧ ટકા નોંધાયેલ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે.
ગુજકોમાસોલ દ્વારા ખંભાળિયામાં ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર ભીંડા સેવા સહકારી મંડળીને અપાયેલું જેમણે સુકી ખેતી સંશોધન કેન્દ્રમાં ૮૩ દિવસ મગફળી ખરીદી કરીને નોંધાયેલ ૧૦૩૦૭ ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવાઈને ૧૦૨૯૮ ખેડૂતોની ખરીદી પૂર્ણ કરીને રેકોર્ડ કામગીરી થઈ હતી.
ગુજકોમાસોલના ખરીદ ઈન્ચાર્જ ભાવીન પટેલની દેખરેખમાં કાર્યવાહી થઈ હતી જેમાં ત્રણ કરોડ ૬૩ લાખ, ૧૪ હજાર બસો પંદર કિલો મગફળી ખરીદી કરીને ૯૯.૯૧ ટકા ખરીદી પૂર્ણ થઈ છે. આ મંડળીને પ્રથમ વખત આ કાર્ય હોવા છતાં ખૂબ શ્રેષ્ઠ કાર્ય કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial