Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રાજપૂત સમાજની પુનઃનિર્મિત વાડીનું ધારાસભ્ય રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. ૨૪.૯૬ લાખના ખર્ચે નવો ડોમ બનાવીને લોકાર્પણ કરાયો હતો. કોઈપણ સમાજને દીકરીના લગ્ન માટે વાડીનો ખર્ચ રિવાબા જાડેજા ઉઠાવશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. જામનગરમાં ક્ષત્રિય સમાજની મોટી વસ્તી ધરાવતા નવાગામ ઘેડમાં રાજપૂત સમાજની વાડીનું પુનઃનિર્માણ કરતી વેળાએ આ વાડી કોઈપણ સમાજની દીકરીના લગ્ન માટે ભાડે અપાશે ત્યારે તેનું ભાડું આ વિસ્તારના મહિલા ધારાસભ્ય દ્વારા ચુકવવામાં આવશે. તેવી નવતર પહેલ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જામનગરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં આવેલી રાજપૂત સમાજની વાડીમાં ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી રૂપિયા ૨૪.૯૬ લાખના ખર્ચે ડોમ નું નિર્માણ કરી ને સર્વ સમાજના લોકોના પ્રસંગોમાં ઉપયોગમાં લેવા માટેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગઈકાલે તા.૧૬ના રવિવારે વાડીના લોકાર્પણ ના સમારોહમાં ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપરાંત રાજપૂત સમાજના અગ્રણીઓ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટરો પ્રવિણસિંહ ઝાલા તેમજ જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ, અને રાજપૂત સમાજના ભાઈઓ -બહેનો ઉપસ્થિત રહૃાા હતા. મહિલા ધારાસભ્યએ નવતર પહેલ કરીને નવી બનેલી વાડી જ્યારે-જ્યારે કોઈપણ સમાજની દીકરીઓના લગ્ન પ્રસંગે બુક થશે. ત્યારે તેનું ભાડું ધારાસભ્ય રીવાબા તરફથી ચૂકવાશે તેવી આ લોકાર્પણ પ્રસંગે રિવાબા જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેને સૌએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial