Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-ભાણવડમાં ભાજપનું પલડુ ભારેઃ સલાયામાં ભરેલું નાળિયેર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન સંપન્ન થતા જ અટકળોનો દોર

ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નગરપાલિકામાં ૩૦ વર્ષોથી ભાજપ વિજેતા થાય છે તથા આ વખતે પણ અહીં ર૮ બેઠકોમાંથી નવ બેઠકો ભાજપે કબજે કરેલી હોય, અહીં ૧૯ બેઠકોની ચૂંટણી થઈ હતી જેમાંથી સોળ ઉપરાંત બેઠકો ભાજપ લઈ જાય અને તોતીંગ બહુમતિથી અહીં શાસન પર ફરીથી ભાજપ આવશે તેવું મનાય છે.

ભાણવડ પાલિકા ગત્ વખતે કોંગ્રેસ પાસે હતી આ વખતે ભાજપે ગત્ વખતના કોંગ્રેસ શાસીત પાલિકા પ્રમુખ સહિતની ટીમને ભાજપમાં ભેળવતા તથા અહીં આમ આદમી અને કોંગ્રેસ સેટીંગ કરવા જતા ભાજપને એડવાન્સમાં જ આઠ બેઠકો મળી હોય, બાકીની ૧૬ બેઠકોમાં ચૂંટણી છે. તેમાં પણ ભાજપ આઠ-દસથી વધુ બેઠકો મેળવે તેમ હોય, અહીં ૧૬ થી ૧૮ ની તોતીંગ બહુમતિથી ભાજપ સત્તા પર ફરી વાપસી કરનાર હોવાની સંભાવના છે.

સલાયામાં ખીચડી સરકાર જેવું

સલાયામાં આ વખતે કોંગ્રેસ, આમ આદમી તથા એ.આઈ.એમ.એ.આઈ. વચ્ચે જંગ છે. જેમાં આમ આદમીના મુખ્ય ઉમેદવાર તથા અગાઉ પાલિકા પ્રમુખ રહી ચૂકેલા સાલેમામદ ભગાડ દ્વારા આપ પાર્ટી જીતે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી પણ તેઓ જેલ હવાલે એક કેસમાં થતા આમ આદમી ભાંગી પડી હોય, અહીં કોંગ્રેસ સત્તા કબજે કરે તેવી સંભાવના છે. તો અહીં આમ આદમી પાર્ટી દસેક બેઠકો, એ.આઈ.એમ.-એ.આઈ. પક્ષ ચાર-પાંચ બેઠકો તથા કોંગ્રેસ દસ-બારથી વધુ બેઠકો મેળવે તેમ હોય, અહીં સ્પષ્ટ બહુમતી કોઈને ના આવે તેવું લાગે છે, તો ભાજપના અહીં ૧૪ ઉમેદવારો છે, પણ કદાચ સમ ખાવા એકાદ બેઠક આવે, ભાજપને  તો નવાઈ નહીં અને જો બાકીના પક્ષોની સ્પર્ધા લડાયક નીવડે તો એકેય બેઠક ના મળે તેવું પણ છે. વોર્ડ ૧ માં જ ભાજપ આવે તેવી સંભાવના છે, પણ અહીં ઉમેદવારો નબળા છે.

એકંદરે અગાઉ ભાજપ પાસે હાલની ત્રણ ન.પા.માંથી એક હતી તે હવે બે થશે જે ફાયદામાં રહેશે.

રાવલમાં ચૂસ્ત બંદોબસ્ત

ડીવાયએસપી માનસાતા, સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા તેમજ સ્ટાફ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોઈપણ અનિચ્છનિય બનાવ બનવા પામેલ ન હતો. શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું તેમજ ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી કરમટા તેમજ મામલતદાર વરૂ દ્વારા શાંતિપૂર્ણ રીતે અને કોઈ તકલીફ વગર વધુ મતદાન થાય એ માટે વ્યવસ્થા ગોઠવી હતી.

દ્વારકામાં ભાજપના વિજયનો વર્તારો

દ્વારકા નગરપાલિકાના કુલ સાત વોર્ડ પૈકીમાંથી પાંચ વોર્ડમાં કુલ ૪૪ ઉમેદવારો મેદાનમાં હતાં. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણીના જંગમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. કુલ ર૮ સદસ્યો પૈકીમાંથી નવ ઉમેદવારો ભાજપના બિનહરિફ ચૂંટાયેલા જાહેર થયા છે. દ્વારકા શહેરમાં ખાસ કરીને દરેક વર્ગના મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. ખાસ કરીને પાલિકાના દ્વારકા વિકાસના મુદ્દા ઉપર લડાયેલ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ભાજપને મળે તેવા સંકેતો થયેલા મતદાન ઉપરથી મળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh