Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાંથી એકીબેકીનો જુગાર પકડાયોઃ
જામનગર તા.૧૭ : જામનગરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં શનિવારે રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા હતા જયારે દ્વારકા શહેરમાંથી એકીબેકી બોલી જુગાર રમી રહેલા બેની ધરપકડ કરાઈ છે.
જામનગરના ગોકુલનગર નજીક આવેલા પાણાખાણની શેરી નંબર પાંચમાં શનિવારે રાત્રે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી સીટી સી ડિવિઝનના હોમદેવસિંહ, હર્ષદ પરમાર, ખીમશીભાઈને મળતા પીઆઈ જેજે ચાવડાની સૂચના થી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે તીનપતી રમી રહેલા રાજુ કરણાભાઈ ચાવડા, અજય કરણભાઈ વાઘેલા, પોલાભાઈ અરજણભાઈ બેરા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૨૦૬૫૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
દ્વારકા શહેરમાં ઈસ્કોન ગેઈટ પાસે રાવળા તળાવની બેંચ પર બેસી શનિવારે રાત્રે ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચંદ્રેશ બાબુભાઈ મકવાણા, છગનભાઈ રાયમલ ખાંભલા નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial