Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં ૬૦ %, દ્વારકા જિલ્લામાં ૫૦ % જેટલું મતદાન

હાલારના બન્ને જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ સંપન્નઃ ક્યાંક ઉત્સાહ તો ક્યાંક મતદારો નિરસ રહ્યા

જામનગર તા. ૧૭: હાલારના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું. જામનગર જિલ્લામાં ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૬૦ ટકા જેવું મતદાન થયું હતું, જ્યારે જામનગર તાલુકા પંચાયતની જામવંથલી બેઠકની પેટાચૂંટણીમાં ૪૩.૯૪ ટકા મતદાન નોંધાયું હતું.

જામજોધપુર નગરપાલિકાની ર૮ બેઠકો માટે કુલ ર૧,૦૭૭ મતદારોમાંથી ૧ર,ર૦પ મતદારોએ મતદાન કરતા મતદાન પ૮.૧ર ટકા થયું હતું.

ધ્રોળ નગરપાલિકાની ર૮ બેઠકોમાંથી એક વોર્ડની ચૂંટણી ઉમેદવારનું મૃત્યુ નિપજતા રદ્ થયા પછી ર૪ બેઠકો માટે મતદાન થયું હતું. તેમાં કુલ ૧૮,૯૩૮ મતદારોમાંથી ૧ર,૮૮૮ મતદારોએ મતદાન કરતા ૬૮.૦પ ટકા મતદાન થયું હતું. કાલાવડ નગરપાલિકાની ર૮ માંથી ર૭ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ ર૩,પ૪૩ મતદારોમાંથી ૧૪,૮૭૦ મતદારોએ મતદાન કરતા ૬૩.૧૬ ટકા મતદાન નોંધાયું હતું. અહીં એક બેઠક બિનહરિફ જાહેર થઈ છે.

જામનગર જિલ્લામાં તાલુકા પંચાયતની બે બેઠકોમાંથી જોડિયા તાલુકાની બેઠક બિનહરિફ થતા જામનગર તાલુકાની જામવંથલી બેઠક માટે યોજાયેલ પેટાચૂંટણીમાં કુલ ૬૯૫૨ મતદારોમાંથી ૩૦પપ મતદારોએ મતદાન કરતા ૪૩.૯૪ ટકા જેવું કંગાળ મતદાન નોંધાયું હતું.

જામનગર જિલ્લામાં કોઈપણ અનઈચ્છનિય બનાવ નોંધાયો ન હતો. જિલ્લા ચૂંટણી અધિકારી કેતનભાઈ ઠક્કર તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા મતદાન પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરાયું હતું. તેમના માર્ગદર્શન હેઠળ તમામ મતદાન મથકો પર સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા, ભાણવડ તથા સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી તેમજ તાલુકા પંચાયતની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી.

દ્વારકા નગરપાલિકામાં મતદારોએ ખૂબ જ નિરસતા દેખાડી હતી. દ્વારકામાં ર૮ બેઠકોમાંથી નવ બિનહરિફ થઈ હોય, બાકીની ૧૯ બેઠકો માટે મતદાન થયું હતું. કુલ ર૩,૩પ૬ મતદારોમાંથી ૧૦,૮૮૬ મતદારોએ મતદાન કરતા દ્વારકા ન.પા.માં ૪૬.૬૧ ટકા મતદાન નોંધાયું હતું.

સલાયા ન.પા.ની ર૮ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં કુલ ર૭,ર૭૦ મતદારોમાંથી ૧૩,પ૩૪ મતદારોએ મતદાન કરતા ૪૯.૬૩ ટકા મતદાન નોંધાયું હતું.

જ્યારે ભાણવડ ન.પા.માં ર૪ બેઠકોમાંથી ૮ બેઠકો બિનહરિફ થતાં ૧૬ બેઠકો માટે મતદાન થયું હતું. કુલ ૧ર,ર૩ર મતદારોમાંથી ૬૬૯પ મતદારોએ મતદાન કરતા પ૪.૭૪ ટકા મતદાન થયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુવાનપર તાલુકા પંચાયતની બેઠક તથા ભરાણા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં જુવાનપર બેઠક પર ૩૬.૩૯ ટકા જ્યારે ભરાણા બેઠક પર ૪૩.૪ર ટકા મતદાન થયું હતું.

દ્વારકા જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના, અધિક નિવાસી કલેક્ટર ભૂપેન્દ્ર જોટણિયા, દ્વારકા પ્રાંત અધિકારી અમોલ અવારે, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળિયા ટી.ડી.ઓ. શેરઠીયા તથા કલ્યાણપુર ટી.ડી.ઓ. તથા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તથા ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ દ્વારા ચૂસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તથા શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.

કાલાવડમાં જાન માંડવેથી  મતદાન કરવા પહોંચી

દ્વારકા જિલ્લાના ભાણવડમાં પાલિકાની ચૂંટણી હોય, મતદાનના દિવસે જોષી પરિવારમાં દીકરીના લગ્ન યોજાયા હતાં. દીકરીના લગ્ન પૂર્ણ થતા દીકરીને વિદાય આપતા પહેલા માતા-પિતા દ્વારા મતદાન કરાવીને નાગરિક ધર્મ બજાવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh